Advertisement
Author: નોબત સમાચાર

હોસ્ટેલના ઓરડામાં સ્કૂલ બેગમાંથી વિદ્યાર્થિનીના મોબાઈલની થઈ ઉઠાંતરી

કાલાવડ બસ સ્ટેન્ડમાં મોબાઈલ સેરવાયોઃ

જામનગર તા. ૨૭ઃ જામનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો રૃા.૮ હજારની કિંમતનો મોબાઈલ હોસ્ટેલના ઓરડામાં પડેલી બેગમાંથી ચોરાઈ ગયો છે. જ્યારે કાલાવડના બસ સ્ટેન્ડમાં એક મહિલાના મોબાઈલની ઉઠાંતરી થઈ છે.

જામનગરના ઠેબા બાયપાસથી ખીજડિયા બાયપાસ વચ્ચે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેખડી ગામના વતની રૃપાબેન રણમલભાઈ ઓડેદરા નામના વિદ્યાર્થિનીનો વીવો કંપનીનો રૃા.૮ હજારની કિંમતનો મોબાઈલ શુક્રવારે સવારે દસ વાગ્યાથી અગિયાર વાગ્યા દરમિયાન તેમની હોસ્ટેલમાં એક બેગમાંથી ચોરાઈ ગયો છે. તેણીએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ શહેરના પંજેતન નગરમાં આવેલી સિલ્વર સોસાયટીમાં રહેતા બ્લોચ તસ્લીમબેન ઈસ્માઈલ નામના મહિલા ગઈ તા.૧૮ની સાંજે કાલાવડના બસ સ્ટેન્ડમાં હતા ત્યારે તેમનો રૃા.૧૩,૯૦૦ની કિંમતનો ઓપો કંપનીનો ફોન કોઈ શખ્સ સેરવી ગયો છે. તેઓએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદ પરથી અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh