Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં રૃા. રપ લાખ જેટલી યોજનાકીય સહાય અર્પણઃ
જામનગર તા.૨૭ઃ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં જામવંથલીમાં જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં પ્રભુતામા પગલાં માંડનાર ૧૦૦ નવયુગલોને મંત્રીના હસ્તે સાત ફેરા સમૂહલગ્ન તથા કુંવરબાઈનું મામેરૃ યોજના હેઠળ રૃા. રપ લાખ જેટલી સહાય ચૂકવાઈ હતી.
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા જામનગર જિલ્લાના જામવંથલીમાં યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં. મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલા માંડનાર ૧૦૦ નવદંપતીઓને સાત ફેરા સમૂહલગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને રૃા. ૧ર૦૦૦, ૧૦૦ કન્યાઓને કુંવરબાઈનું મામેરૃ યોજના હેઠળ પ્રત્યેકને રૃા. ૧ર૦૦૦ ની તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિને ૭પ૦૦૦ હજારની સહાય મળી કુલ રૃા. ર૪ લાખ ૭પ હજારની સહાય આ૫ી હતી.
કાર્યક્રમમાં મંત્રીએ પ્રભુતામાં પગલા માંડનાર ૧૦૦ નવદંપતીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે. સમાજના લોકો શિક્ષિત હશે તો જ પરિવારો સુખી થશે દીકરીઓ જો શિક્ષિત હશે તો બે પરિવારોને તારશે. કુંવરબાઈનું મામેરૃ યોજના અને સાત ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય તેમના ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવી છે. તેનાથી તેઓને આર્થિક મદદ મળી છે. કાર્યક્રમમાં દેખાદેખી કરવાના બહાને લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તે ન કરવાની શીખ આપી હતી. તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ગિરીશભાઈ, હસમુખભાઈ હિંડોચા, નાયબ નિયામક પરમારભાઈ, અધિકારીઓ, સંતો, મહંતોઘ ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial