Advertisement
Author: નોબત સમાચાર

જામનગર, હાપા, કાનાલુસ રેલવે સ્ટેશનનો પપ કરોડના ખર્ચે થશે પુનઃ વિકાસ

વડાપ્રધાન હસ્તે જીવાપર, હાપા, તમાચણમાં ઓવર બ્રીજના વર્ચ્યુલ ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્નઃ

જામનગર તા. ર૭ઃ વડાપ્રધાન નરેન્દ્ર મદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના પપ૪ સ્ટેશનો તથા ૧પ૦૦ અંડરપાસ અને ફ્લાય ઓવરનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરીને રૃા. ૪૧ હજાર કરોડની ભેટ દેશને આપી હતી. રૃા. પપ.ર૭ કરોડના ખર્ચે જામનગર, હાપા, કાનાલુસ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ તથા જીવાપર, બાલાચડી, હાપા, નંદપર, તમાચણ, ફ્લાય ઓવરના ખાતમુહૂર્ત-લોકાર્પણ પણ વડાપ્રધાને કર્યા હતાં.

વડાપ્રધાને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજથી ભારત મોટા સપના જુવે છે, અને તેને પૂરા કરવા દિવસ-રાત એક કરે છે. આજે ૪૦ હજાર કરોડથી વધુના રેલવેના વિકાસ કાર્યો એકસાથે પૂર્ણ થયા છે. વિકસિત ભારત યુવાઓના સપનાનું ભારત છે.

સાંસદ પૂનમબેન માડમે આ પ્રસંગે જણાવ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની અનેક ભેટ હાલારને અર્પણ કરી છે, ત્યારે આજે ફરી ડિવિઝન હેઠળના આઠ રેલવે સ્ટેશનના નવીનિકરણનો શિલાન્યાસ કરી નાગરિકો માટે રેલ સુવિધાઓનો ઉમેરો કર્યો છે. પહેલાના સમયના જર્જરિત રેલવે સ્ટેશનો આજે વડાપ્રધાનના નેતૃત્વમાં આધુનિક અને સુવિધાસભર બની રહ્યા છે. કાનાલુસથી ઓખા સુધીના ડબલિંગ તથા વંદે ભારત ટ્રેનને દ્વારકા-ઓખા સુધી લંબાવવાનું કામ પણ આયોજનમાં છે, તેમજ જિલ્લાના જે વિસ્તારોમાં રેલ નથી પહોંચી રહી તેવા વિસ્તારોને રેલવેથી જોડવા પણ પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ તકે સાંસદે વધુમાં ઉમેર્યું હતું કે, સાંસદ તરીકે કરેલી વિસ્તારના વિકાસની રજૂઆતો અંગે વડાપ્રધાને હંમેશાં હકારાત્મક અભિગમ દાખવ્યો છે અને ત્વરિત નિર્ણયો લઈ જામનગર સંસદીય ક્ષેત્રના અનેક વિકાસ કામો તથા લાભો મંજુર કરી સમગ્ર વિસ્તારને વિકાસની એક નવી દિશા આપી છે.

કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારતની થીમ પર વિવિધ ૭પ શાળાઓના ૭૯પ૦ જેટલા વિદ્યાર્થીઓ નિબંધ તથા ચિત્ર સ્પર્ધામાં સહભાગી થયા હતાં જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતાં.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, રેલવેના એ.ડી.આર.એમ. કે.કે. ચૌબે, સિનિયર ડી.સી.એમ. સુનિલકુમાર મીણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, પૂર્વ મેયરો સર્વ દિનેશભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કનકસિંહ જાડેજા, હસમુખભાઈ જેઠવા, પ્રતિભાબેન કનખરા, અમિબેન પરીખ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, પ્રકાશભાઈ બાંભણિયા, અભિષેકભાઈ પટવા, ભરતભાઈ બોરસદિયા, મહાનગર પાલિકાના કોર્પોરેટરો સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh