Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા દેવભૂમિ દ્વારકાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના કારણે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં દ્વારકા સ્થિત એન.ડી.એચ. ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી જાહેરસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોનું આરોગ્ય જળવાય અને તેમને આરોગ્ય વિશે કોઈ તકલીફ ના પડે તે માટે દેવભૂમિ દ્વારકાના આરોગ્ય વિભાગના કર્મયોગી ડોકટર તથા આરોગ્યકર્મીઓ સતત ખડેપગે રહ્યા હતાં.
વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમ સ્થળ પર નાગરિકોના આરોગ્ય માટે કુલ ૦૪ એમ્બ્યુલન્સ ઉપરાંત પ૮ જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મેડિકલ કીટ સાથે તેમજ ૦પ સુપરવાઈઝર ફોલ્ડિંગ સ્ટ્રેચર તથા ૦ર ધન્વન્તરિ રથ અને બે ૧૦૮ એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે ખડેપગે તૈનાત કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમમાં બસ મારફત આવેલ લોકોની આરોગ્યની તકેદારી માટે તમામ બસોમાં બે હેલ્થ વર્કર મેડિકલ કીટ સાથે સુસજ્જ હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial