Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવા ત્રણ વર્ષ પહેલાંનો બનાવઃ મહિલાને પાંચ લાખનું વળતરઃ
જામનગર તા. ૨૭ઃ ધ્રોલ પંથકમાં મજૂરીકામ કરતું એક દંપતી સવા ત્રણ વર્ષ પહેલાં સ્કૂટરમાં દર્શનાર્થે નીકળ્યું હતું ત્યારે માર્ગમાં ડબલસવારીમાં બાઈક પર ધસી આવેલા બે શખ્સે છરી બતાવી મહિલાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ગુન્હામાં અદાલતે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર મહિલાને રૃા.પ લાખ વળતરપેટે ચૂકવવામાં આવશે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ ધ્રોલ પંથકમાં મજૂરીકામ માટે આવીને રહેતા પતિ-પત્ની ગઈ તા.૧૬-૧૦-૨૦૨૦ના દિને એક્ટિવા સ્કૂટરમાં ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં આવેલા એક મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ત્યાંથી બપોરે અઢી વાગ્યે તે દંપતી નીકળીને બીજા મંદિર તરફ જતું હતું ત્યારે માર્ગમાં હોન્ડા કંપનીનું સાઈન મોટર સાયકલ આવ્યું હતું.
તે વાહનમાં રહેલા કાદર ઉર્ફે ઓઢીયા જુમા જુણેજા તથા અઝરૃદ્દીન સીદીક જુણેજા ઉર્ફે અજુડા નામના શખ્સોએ ક્યા જાવ છો તેમ પુછી છરી બતાવી આ દંપતીને ધમકાવ્યું હતું અને પતિને તેના સ્કૂટરમાંથી ઉતારી મૂકી તેની પત્નીને મોટરસાયકલ માં બેસાડી લઈ આ શખ્સો થોડે દૂર લઈ ગયા હતા અને બંને શખ્સે વારાફરતી તે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.
આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે આઈપીસી ૩૭૬ (ડી), ૩૬૫, ૩૨૩, ૫૦૬ (ર), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી બંને શખ્સની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની કોર્ટમાં ચાલી જતાં એડી. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.બી. ભટ્ટે બંને આરોપીને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૭૬ (ડી)ના ગુન્હામાં છેલ્લા શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સજા અને રૃા.૨૦ હજારનો દંડ, આઈપીસી ૩૬૫ના ગુન્હામાં સાત વર્ષની સખત કેદની સજા અને રૃા.પ હજારનો દંડ, આઈપીસી ૫૦૬ (ર)ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીઓ દ્વારા ભરવામાં આવે તે દંડની રકમ અને કમ્પેઈન્સેશનમાંથી રૃા.પ લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવી આપવા હુકમ કરાયો છે. સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial