Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરેન્દ્રનગરની સમસ્ત લોહાણા મહાજનવાડીમાં
જામનગર તા. ર૭ઃ સુરેન્દ્રનગરના જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા આગામી તા. ર૧-૪-ર૪ ના દિને સુરેન્દ્રનગરની સમસ્ત લોહાણા મહાજનવાડીમાં લોહાણા જ્ઞાતિના પ્રથમ નિઃશુલ્ક સમૂહ યજ્ઞોપવિત તથા પ્રથમ નિઃશુલ્ક સમુહ લગ્ન 'લાડકવાયીના લગ્ન'નું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનના ફોર્મ ભરવાનું ચાલુ છે. ફોર્મ ભરવાની અંતિમ તા. રપ-૩-ર૪ છે. આ આયોજનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર-ગુજરાતના તમામ મહાજન શ્રેષ્ઠીઓ તમામ રઘુવંશી આગેવાનો, ૧૦૦ ઉપરાંત રઘુવંશી ભાઈઓ-બહેનો, જયરઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર પરિવારના તમામ ભાઈઓ-બહેનો, વડીલો, એકજુથ થઈને જહેમત ઉઠાવી રહ્યા છે.
આ બન્ને આયોજનમાં મર્યાદિત સંખ્યામાં સમાવેશ કરવાનો હોવાથી વહેલો તે પહેલોના ધોરણે વ્હેલી તકી નામ નોંધાવી જવા આયોજક નરેન્દ્રભાઈ પુજારાની યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે નરેન્દ્રભાઈ પુજારા (૯૯૭૯ર ૧૯૦૪૮)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial