Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમમાં
ખંભાળિયા તા. ર૭ઃ દેવભૂમિ દ્વારકામાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સત્કારવા દેવભૂમિના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
દ્વારકા મંદિરના દર્શન-પૂજન પછી વડાપ્રધાનશ્રી દ્વારકા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત જાહેર સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ તેમના ઉદ્બોધનના પ્રારંભમાં આહિરાણીઓએ લીધેલા તેમના ઓવારણા બદલ તેમનો શ્રદ્ધાપૂર્વક, આદરપૂર્વક આભાર માન્યો હતો.
તેમણે દ્વારકામાં ૩૭ હજાર આહિરાણીઓ દ્વારા કરવામાં આવેલા મહારાસને બિરદાવતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ૩૭ હજાર આહિરાણીઓએ કરેલા મહારાસનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકો મને ગર્વથી કહેતા કે ૩૭ હજાર આહિરાણીઓએ દ્વારકામાં મહારાસ કર્યો, ત્યારે હું તેમને કહેતો કે, તમને આહિરાણીઓએ કરેલો ગરબો દેખાયો પણ આ ૩૭ હજાર આહિરાણીઓએ પહેરેલું સોનું ના દેખાયું? આ આહિરાણીઓએ ઓછામાં ઓછું રપ હજાર કિલો સોનું પહેરીને ગરબા કર્યા હતાં. આજે હું આ તમામ આહિરાણીઓને નમન કરૃ છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial