Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તાલુકામાં આવેલા
બેડ તા. ર૭ઃ જામનગર તાલુકાના બેડના રસુલનગરમાં કોઈ જંગલી જનાવર આવી ચઢ્યું હોવાની દહેશત ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે લગભગ ૩પ જેટલા પશુ ઉપર હિંસક હુમલો થયો છે અને તેનું મારણ કરાયું છે.
જામનગર તાલુકાના બેડ ગામના રસુલનગર વિસ્તારમાં ૧પ૦૦ ની માનવ વસતિ છે. છેલ્લા બે અઠવાડિયાથી કોઈ હિંસક પ્રાણીનું આગમન થયું હોવાથી ગ્રામજનો દહેશત વ્યક્ત કરી રહ્યા છે અને ૧ર કૂતરા, ૧પ ભૂંડ અને આઠ બકરા ઉપર હિંસક હુમલો કરી તેના મારણ કર્યા છે. ઉપરાંત એન નિલગાયનું પણ મારણ કરાયું છે. આથી સ્થાનિકો દ્વારા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી છે. અને લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળે છે. અનેક લોકો ઘરમાં જ રહે છે, અને બહાર નીકળતા પણ ડરે છે.
સરકાર દ્વારા ગામના ફીટ કરાયેલા સીસી ટીવી કેમેરા બે વર્ષથી બંધ છે. સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા નથી. રસુલનગરના આગેવાન જુસબભાઈ સુભાણિયાએ વન વિભાગને જાણ કરી આ બાબતે યોગ્ય તપાસ કરી પગલાં લેવાની માંગણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial