Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં અંદાજે રૃા. ૯૧૦ કરોડ, વડોદરામાં રૃા. પ૬૧ કરોડ, સુરતમાં રૃા. ર૦૪ કરોડ, ભાવનગરમાં રૃા. ૧૦૦૩ કરોડ અને
જામનગર તા. ર૭ઃ રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સુવિધાઓથી સજ્જ મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, તેવી માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટ જિલ્લામાં અંદાજિત કુલ રૃા. ૩પ૦૦ કરોડના ખર્ચે મેડિસિટી નિર્માણ પામી રહી છે, જેમાં કિડની, કેન્સર, હૃદય રોગ, માતૃ અને બાળરોગ સહિતની સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ ઉપલબ્ધ બનશે, અને ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોના દર્દીઓ પણ મેડિસિટીમાં ઉપલબ્ધ સારવાર અને સેવાઓનો લાભ લઈ શકે છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું છે.
અમદાવાદમાં અંદાજિત રૃા. ૯૧૦ કરોડ, વડોદરામાં રૃા. પ૬૧.૪પ કરોડ, સુરતમાં રૃા. ર૦૪.૭૦ કરોડ, જામનગરમાં ૮૬૪.૧૭ કરોડ અને ભાવનગરમાં રૃા. ૧૦૦૩.૯૯ આમ અંદાજિત કુલ રૃા. ૩પ૪૪.૪પ કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલીટીથી સજ્જ મેડીસિટી નિર્માણ પામી રહી છે.
જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો, વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશ્યાલિસ્ટ સારવાર, વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં હૃદય, કિડની, આંખને લગતા રોગની સારવાર, નવી સિવિલ હોસ્પિટલ, સુરતમાં હૃદય, કિડની, મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગો જી.જી. હોસ્પિટલ, જામનગરમાં હૃદયરોગ, મૂત્રાલયના રોગો, પ્લાસ્ટિક સર્જરી, પેટના રોગો, સર ટી. હોસ્પિટલ, ભાવનગરમાં હૃદય અને લોહીની નસોના રોગો, કિડની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial