Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૨૭ઃ દ્વારકામાં બનાવવામાં આવેલ સુદર્શન સેતુમાં હાથી સિમેન્ટનું અમુલ્ય યોગદાન છે જે સૌરાષ્ટ્ર સિમેન્ટ માટે ગર્વની વાત છે.
સુદર્શન સેતુ, ર.૩ કિલોમીટર લાંબો કેબલ સ્ટ્રેઈડ બ્રિજ છે જે ઓખા અને બેટ દ્વારકાના ધાર્મિક સ્થળને જોડે છે એન આ બ્રિજના નિર્માણમાં હાથી સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિર આવતા યાત્રાળુઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે. આ બ્રિજનું ઉદ્ધાટન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે થયું હતું.
હાથી સિમેન્ટ તેની ઉત્તમ કવોલિટી માટે ખૂબ જ જાણીતી સિમેન્ટ છે અને તેનો ઉલ્લેખનીય ઉપયોગ સુદર્શન સેતુના નિર્માણમાં થયા તે સ્વાભાવિક રીતે અમારા માટે ગર્વની વાત છે.
સરકાર દ્વારા સુદર્શન સેતુનું બાંધકામ સન ર૦૧૭ માં શરૃ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ અત્યારે વપરાશમાં લેવાતા જળમાર્ગનો વૈકલ્પિ માર્ગ બનશે અને તેનાથી બેટ દ્વારકા પહોંચવામાં લાગતા સમયમાં પણ ઘણો જ ઘટાડો થશે. ભારતના સૌથી લાંબા કેબલ સ્ટ્રેઈડ બ્રિજની ખાસીયતોમાં એક તેના ફૂટપાટની ઉપર લગાવવામાં આવેલી સોલાર પેનલો પણ છે જે લગભગ એક મેગા વોટ જેટલી વીજળીનું ઉત્પાદન કરશે. બ્રિજની ઉપર ભગવાન શ્રીકૃષ્ણના ચિત્રો ઉપરાંત ભાગવત ગીતાના શ્લોક પણ કંડારવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર સિમેન્ટ દ્વારા આ પ્રોજેકટ માટે હાથી સિમેન્ટના ગુણવત્તાયુકત અવિરત સપ્લાય માટે સમર્પિત સપ્લાય ચેઈનનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું અને તેની ગુણવત્તાની સતત ચકાસણી અમારી ટેકિનકલ ઉપરાંત રિસર્ચ અને ડેવલપમેન્ટ ટીમ દ્વારા સતત કરવામાં આવતી હતી.
એસ.પી. સિંગલા કન્સ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ બ્રિજના નિર્માણમાં અત્યાધુનિક ટેકનોલોજી અને મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શ્રી દિપક સિંગલા, ડાયરેકટર (એસ.પી. સિંગલા કન્સ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડ) એ કહ્યું કે અમે હાથી સિમેન્ટનો આ બ્રિજના નિર્માણમાં ઉપયોગ કર્યો છે અને અમે તેમની સર્વિસ અને સિમેન્ટની કવોલિટીથી ખૂબ જ ખુશ છીએ જે આ બ્રિજની મજબૂતીમાં અગત્યનો ભાગ ભજવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial