Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોતાના પરિવારને ન્યાય અપાવવા કરાઈ અરજઃ
જામનગર તા. ૨૭ઃ જામનગરના બેડી વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલાએ પોતાના ભાઈઓને બદનામ કરવા માટે થોડા દિવસ પહેલાં એસપી સમક્ષ અરજી થયાની રજૂઆત કરી સામેવાળા સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માગણી કરી છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા ગરીબનગર પાણાખાણમાં રહેતા અલીમાબેન કાસમ રાજાણીએ એસપીને બેડીમાં જ રહેતા વકીલ હારૃન પલેજા તેમજ ગુલામ બુકી, મુસ્તાક બુકી, શબ્બીર બુકી સામે રજૂઆત કરી છે.
આ મહિલાએ અરજીમાં જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં તેમના ભાઈ સિકંદર સાયચા, ગુલાબ સાયચા, મહેબુબ સાયચા, શૌકત સાયચા તથા અસગર સાયચા સામે બેડીમાં શબ્બીર ચોકમાં રહેતા અમીનાબેન ઉમરભાઈ સુંભણીયા નામના મહિલાએ જિલ્લા પોલીસવડાને અરજી પાઠવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના પતિ ઉમરને સામેવાળા વ્યક્તિઓ પોતાની ઓફિસમાં બોલાવી નશામાં ચકચૂર બનાવે છે અને ઉમરભાઈનો વીડિયો બનાવે છે.
ઉપરોક્ત રજૂઆતમાં કોઈ સત્ય નથી તેમ અલીમાબેને પાઠવેલી અરજીમાં ઉમેર્યું છે કે, હકીકતમાં જ્યારે તેમના ભાઈ મહેબુબ તથા અસગર પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે દારૃના નશામાં ચકચૂર ઉમર ત્યાં ધસી આવ્યો હતો. તેણે બળજબરીથી ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યાે હતો. તેને જતા રહેવાનું કહેવાતા ઉમર ઓફિસની બહાર બેસી ગયો હતો તેથી પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસ ઉમરને લઈ ગઈ હતી. આમ છતાં અમીનાબેને સાયચા પરિવારને બદનામ કરવા હારૃન પલેજા, ગુલામ બુકી, મુસ્તાક બુકી, શબ્બીર બુકી સાથે મળી કાવતરાને અંજામ આપ્યો છે. હારૃન પલેજા તથા ગુલામ બુકી સાળા-બનેવી થાય છે. તેઓ વર્ષાેથી બેડીમાં વર્લીના વેપાર કરે છે. તેઓના ત્રાસથી અલીમાબેનના ભાઈ અસગર બીમાર પડી ગયા છે. આ પરિવાર કોઈને હેરાન કરતા નથી અને ઝઘડો કરવા ઈચ્છતા નથી તેમ છતાં હારૃન પલેજા, ગુલામ બુકી આવી રીતે માનસિક ત્રાસ આપે છે. તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવા અને પોતાના પરિવારને ન્યાય અપાવવા અરજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial