Advertisement
Author: નોબત સમાચાર

નગરના આસામીને રૃા.૭ લાખના ચેક પરતના કેસમાં છ મહિનાની કેદસજા

ચેકની રકમ વળતરપેટે ચૂકવવા આદેશઃ

જામનગર તા. ૨૭ઃ જામનગરના એક આસામીને રૃા.૭ લાખના ચેક પરતના કેસમાં અદાલતે છ મહિનાની કેદની સજા ફટકારી છે અને ચેકની રકમ વળતરપેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કેમરોન સેલ્સ નામનું કારખાનું ચલાવતા શૈલેષ કાનજીભાઈ પટેલ પાસેથી રૃા.૭ લાખ જયદીપ રમેશભાઈ રૃપાપરાએ હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા જયદીપ સામે કોર્ટમાં ફરિયાદ થઈ હતી.

આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયદીપ રમેશભાઈ રૃપાપરાને તકસીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને રૃા.૭ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ બુચ એડવોકેટમાંથી ફૈઝલ ચરીયા, સુમિત પરમાર, સમીર બ્લોચ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh