Advertisement
Author: નોબત સમાચાર

પીપળેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણી

આગામી તા. ૮ માર્ચે કરાશે

જામનગર તા. ર૭ઃ જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ ઉપર આવેલ ચાંદીથી મઢેલા પીપળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રિ પર્વની તા. ૮-૩-ર૦ર૪ ના દિને ઉજવણી કરવામાં આવશે.

સવારે ૯ વાગ્યે ધવજાજીનું પૂજન સૂર્યનારાયણ મંદિરના પૂજારી દધીજી મહારાજના હસ્તે કરાવવામાં આવશે. મુખ્ય યજમાનપદે એડવોકેટ પાર્થ સામાણી, શ્રીમતી વિભૂતિ પી. સામાણી, તથા પરિવાર લાભ લેશે. સાંજે ૬ થી ૧ર વાગ્યા સુધી મંદિર તથા શિવલીંગના વિશિષ્ટ શણગાર સાથે દર્શન યોજાશે. બહેનો રાસગરબા રજૂ કરશે. તેમજ શિવશોભા યાત્રાના રૃટ ઉપર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવશે. પીપળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પરિમલભાઈ ભટ્ટ, એડ. પાર્થ સામાણી, પ્રફુલભાઈ ચોક્સી, નંદનભાઈ ભટ્ટે આ ધાર્મિકોત્સવમાં ધર્મપ્રેમીઓને સહભાગી બનવા અનુરોધ કર્યો છે. શારડા ફોરેક્સના હરિઓમભાઈ, રામભાઈ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh