Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં ગમખ્વાર દુર્ઘટનાઓનો સીલસીલોઃ
અમદાવાદ તા. ર૭ઃ ધોળકામાં ડમ્પર પાછળ બોલેરો કાર ઘૂસી જતા પાંચ લોકોને કાળ ભરખી ગયો છે અને બે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ છે.
રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે અમદાવાદ જિલ્લાના ધોળકામાં પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરોની ટક્કર થતા બોલેરોમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતાં, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજે વહેલી સવારે લગભગ ૪-૩૦ વાગ્યાની આસપાસ ધોળકા-ખેડા હાઈ-વે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલેરોમાં ૭ શ્રમિકો સવાર હતાં જે પોતાના કામ અર્થે ધાનપુર જઈ રહ્યા હતાં, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં જેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે હાઈ-વે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો, જો કે સ્થાનિક લોકો તેમજ રોડ પરથી પસાર થતા વાહનચાલકો મદદે પહોંચ્યા હતાં. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તેમજ ૧૦૮ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોની ૧૦૮ માં સારવાર શરૃ કરવામાં આવી હતી. ત્યારપછી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ધોળકા ટાઉન પોલીસ ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોલેરોમાં સવાર શ્રમિકો મૂળ મધ્યપ્રદેશના વતની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial