Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના તાપમાનમાં નજીવો ઘટાડોઃ પારો ૧૯.૮ ડીગ્રીએ સ્થિર

ઠંડા પવનના સૂસવાટા યથાવત્ઃ

જામનગર તા. ર૭ઃ જામનગરના તાપમાનનો પારો સતત ઉપર-નીચે તરફ સરકી રહ્યો છ ે. આજે નજીવા ફેરફાર સાથે પારો થોડો નીચે તરફ સરક્યો હતો. આમ ઠંડીમાં રાહત જોવા મળી હતી, જો કે ઠંડા પવનના સૂસવાટા યથાવત્ રહ્યા હતાં.

આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૯.૮ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ મહત્તમ પપ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાકના ર૦ થી રપ કિ.મી. નોંધાઈ હતી.

ગઈકાલે ર૦ ડીગ્રીએ પારો અટક્યા પછી આજે થોડો નીચે તરફ સરકીને ૧૯.૮ ડીગ્રીએ અટક્યો હતો, જો કે ઠંડા પવનની ગતિ યથાવત્ જળવાતા ઠંડીનો અહેસાસ થયો હતો. હાલ તો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh