Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૧ વર્ષિય વૃદ્ધ દર્દીને મળ્યું નવજીવનઃ
જામનગર તા. ર૭ઃ જામનગર પંથકના હૃદયરોગના દર્દીઓ માટે સતત કાર્યશીલ તથા મોખરે રહેતી બરોડા હાર્ટ ઈન્સ્ટિટ્યુટ ફરી એકવાર હૃદયના જટિલ રોગની સારવાર માટે અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ કરી દર્દીના હૃદયની નળીમાં રહેલા સખત કઠણ બ્લોકેજનું સફળ ઓપરેશન કરી દર્દીને નવજીવન આપ્યું છે.
તાજેતરમાં ર ફેબ્રુઆરીના બરોડા હાર્ટ ઈન્સ્ટિટ્યુટ-જામનગરમાં એક ૭૧ વર્ષિય વૃદ્ધ દર્દીને છાતીનો દુઃખાવો થતા સારવાર માટે દાખલ કરેલા હતાં. દર્દીને હૃદયરોગની તપાસ માટે એન્જિઓગ્રાફી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ એન્જિઓગ્રાફીની તપાસ દરમિયાન હૃદયને લોહી પહોંચાડતી મુખ્ય નળીમાં ૯૦-૯પ ટકાનો જોખમી બ્લોકેજનું નિદાન કર્યું હતું. એટલું જ નહિં, પરંતુ આ બ્લોકેજ ખૂબ જ સખત તથા કેલ્શિયમથી ભરપૂર હોવાનું જાણમાં આવ્યું હતું.
બરોડા હાર્ટ ઈન્સ્ટિટ્યુટના અનુભવી તથા નિષ્ણાત કાર્ડિઓલોજિસ્ટ ડો. ભૂષણ કંટાલે અને ડો. મહેશ બસર્ગેની ટીમ દ્વારા આ સખત કેલ્શિયમવાળા બ્લોકેજ ધરાવતા દર્દીમાં રોટા એબલેશન (આધુનિક તકનીક) નો ઉપયોગ કરી જટિલ એન્જિઓપ્લાસ્ટિ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના બ્લોકેજ ખૂબ ચૂના જેવા કઠણ અને જટિલ હોવાથી દર્દીના એન્જિયોપ્લાસ્ટિ (સ્ટેન્ટ બેસાડવા) ના સખત બ્લોકેજને દૂર કરવામાં સક્ષમ હોતા નથી જેથી મોટાભાગના દર્દીઓને કોરોનરી બાયપાસ (ઓપન હાર્ટ સર્જરી) ઓપરેશન કરવાની ફરજ પડે છે.
આ પ્રકારના જટિલ કેલ્શિયમયુક્ત બ્લોકેજ સામાન્ય રીતે વધુ ઉંમરવાળા દર્દીઓ, ડાયાબિટીસ તથા કિડનીની બીમારીવાળા દર્દીઓમાં જોવા મળે છે તથા હૃદય સાથે સંકળાયેલા આ બધા રોગગ્રસ્ત દર્દીનું કોરોનરી બાયપાસ ઓપરેશન પણ જોખમી હોય છે.
પરંતુ વિકસતી જતી ટેકનોલોજી આ પ્રકારના સખત કેલ્શિયમવાળા બ્લોકેજને દૂર કરી સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા સફળ કરવામાં સક્ષમ હોઈ છે. જેમ કે રોટા એબ્લેશનની પ્રક્રિયામાં બ્લોકેજને દૂર કરવા માટે વિશેષ પ્રકારના બલૂન તથા હીરાજડિત ડ્રીલ હોય છે.
આ વિશિષ્ટ પ્રકારનું ડ્રીલ (ડાયમંડ બુર) ખૂબ જ સુક્ષ્મ તથા હૃદયની નડીની પહોંચી બ્લોકેજમાં રહેલા કેલ્શિયમને દૂર કરે છે. આ ડ્રીલ ૧,પ૦,૦૦૦-૧,૮૦,૦૦૦ આરપીએમની ઝડપથી ડ્રિલિંગની પરક્રિયા કરી નળીમાં રહેલા કેલ્શિયમને કાપી અને દૂર કરે છે. જેથી સ્ટેન્ડ મૂકવાની પ્રક્રિયા સરળ બને છે. તાજેતરમાં આ અત્યાધુનિક ટેકનોલોજીને જામનગર સ્તરે સફળ રીતે ઉપયોગમાં લાવી દર્દીનું એન્જિઓપ્લાસ્ટિનું ઓપરેશન બરોડા હાર્ટ ઈન્સ્ટિટ્યુટની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial