Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રક ડ્રાઈવરને માર મારી રોકડ, મોબાઈલ, ટ્રકની લૂંટ કરનાર પોરબંદરના શખ્સો પકડાયાઃ
જામનગર તા. ૨૭ઃ ધ્રોલથી ટંકારા વચ્ચેના લતીપર ગામ પાસે રવિવારે રાત્રે પસાર થતાં એક ટ્રક સાથે મોટર અથડાયા પછી મોટરમાંથી ઉતરેલા ત્રણ શખ્સે ટ્રક ડ્રાઈવરને માર મારી ટ્રક, મોબાઈલ, રોકડની લૂંટ ચલાવી હતી. આ ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી પોરબંદરના ત્રણ શખ્સને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. તેઓની મોટર પણ પોલીસે કબજે કરી છે.
ધ્રોલથી મોરબી જવાના ધોરીમાર્ગ પર આવેલા ટંકારા હાઈ-વે પર લતીપર નજીકથી રવિવારની રાત્રે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રઝાકખાન ગાઝીખાન સમેજા નામના ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને પસાર થતા હતા. આ વેળાએ સામેથી સફેદ રંગની આઈ-૨૦ મોટર ધસી આવી હતી.
બંને વાહન સામસામે આવ્યા પછી ટ્રક તે મોટરની જમણી સાઈડમાં અડકતા મોટરનો અરીસો તૂટી ગયો હતો. આ વેળાએ બંને વાહન થંભ્યા પછી મોટરમાંથી ઉતરેલા ત્રણ અજાણ્યા શખ્સે ટ્રક ડ્રાઈવરને નીચે ઉતારી આડેધડ ફટકાર્યાે હતો અને ડ્રાઈવરના ખિસ્સામાંથી રૃા.૧ હજાર રોકડા તેમજ ટ્રકની ચાવી અને ક્લિનર હસન ખાનનો રૃા.૧૦ હજારનો મોબાઈલ લૂંટી લીધો હતો.
ત્રણેય શખ્સે રૃા.૨૦ લાખનો ટ્રક પણ પડાવી લીધો હતો. સુમસામ રોડ પર આવી રીતે લૂંટી લેવાતા ડ્રાઈવર રઝાકખાન પોલીસ મથકે દોડી ગયો હતો. જ્યાં તેણે ત્રણ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી ૩૯૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી હતી.
ઉપરોક્ત બનાવના પગલે જામનગર ગ્રામ્યના ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીએ સીપીઆઈ એ.આર. ચૌધરીને તપાસનો હુકમ કરતા ધ્રોલ પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફની ટીમ બનાવના સ્થળે ધસી ગઈ હતી. ત્યાં કરાયેલી તપાસ પછી જીજે-૧૦-સીએન ૫૩૫૨ નંબરની મોટરમાં આવેલા ત્રણ શખ્સે ઉપરોક્ત ગુન્હાને અંજામ આપ્યાનું ખૂલતા પોલીસે તે મોટર અને લૂંટ કરી જનારા પોરબંદરના બોખીરાના લખમણ દેવાભાઈ ગરેજા, કુણવદર ગામના નાગાજણ કેશુભાઈ ગોરાણીયા અને રાતડી ગામના રમેશ રાજાભાઈ કેશવાલા નામના ત્રણ મેર શખ્સને પકડી પાડ્યા છે. આ શખ્સોએ લૂંટી લીધેલો ડીડી-૧-એલ ૯૬૫૩ નંબરનો ટ્રક, ચાર મોબાઈલ, રૃા.૧ હજાર રોકડા તથા ગુન્હામાં વાપરવામાં આવેલી રૃા.૪ લાખની મોટર મળી કુલ રૃા.૨૪ લાખ ૨૬ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial