Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ભરણપોષણ માંગતી નહીં' કહી યુવતીને ફડાકાવાળીઃ
જામનગર તા. ૨૭ઃ જામનગરની જૂની જયશ્રી ટોકિઝવાળી શેરી પાસે ગઈકાલે સાંજે એક યુવાન પર બે શખ્સે છરીથી હુમલો કર્યાે હતો. આ યુવાનની ભત્રીજીએ લવ મેરેજ કર્યા પછી એક મહિનામાં છૂટાછેડા લીધા હતા અને બંને પરિવાર વચ્ચે વેરના બીજ વવાયા હતા. તેનો ખાર રાખી કાકાને છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે. સચાણાની એક યુવતીએ પતિ પાસેથી ભરણપોષણ માગતા પતિ સહિત બેએ ફડાકા ઝીંકી પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના સુભાષબ્રિજ પાસે ભારતવાસમાં રહેતા છગનભાઈ દેવાભાઈ જાખર નામના યુવાન ગઈકાલે સાંજે છએક વાગ્યે બેડીનાકા નજીક જૂની જયશ્રી ટોકિઝવાળી ગલીના ખૂણા પર ઉભા હતા ત્યારે તેઓની શેરીમાં રહેતા મુકેશ પાલાભાઈ પરમાર અને ઉપેન્દ્ર ઉર્ફે ઉકા પાલાભાઈ પરમાર નામના બે શખ્સ છરી સાથે ધસી આવ્યા હતા.
આ બંને શખ્સે બોલાચાલી કર્યા પછી છગનભાઈ પર હુમલો કરી તેઓને છરીના આડેધડ ઘા માર્યા હતા. લોહીલુહાણ બનીને ઢળી પડેલા છગનભાઈને ત્યાં હાજર લોકોએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હુમલો કરી બંને શખ્સ પલાયન થઈ ગયા હતા.
ગંભીર ઈજા પામેલા છગનભાઈને સારવાર આપવામાં આવી રહી છે. તેઓએ આજે વહેલી સવારે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની ભત્રીજીએ ત્રણેક વર્ષ પહેલાં મુકેશ પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે પછી બંને વચ્ચે ઝઘડા થતાં એક જ મહિનામાં છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારપછી મુકેશ તથા આ યુવતીના પરિવાર વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. તેનો ખાર રાખી ગઈકાલે સાંજે યુવતીના કાકા છગનભાઈ પર છરીથી હુમલો કરાયો હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૬, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના સચાણા ગામમાં રહેતા મુમતાઝબેન કાદરભાઈ મકવાણા નામના વાઘેર યુવતીના નિકાહ જામનગરના ગુલાબનગરમાં રાધેક્રિષ્ના પાર્ક પાસે રહેતા ઈબ્રાહીમ અકબર વાઘેર સાથે થયા પછી પિયર પરત ફરેલા મુમતાઝબેને પતિ પાસેથી ભરણપોષણ મેળવવા કોર્ટમાં કેસ કર્યાે હતો. તે બાબતનો ખાર રાખી ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે બાલાચડી પાસે યાકુબશા પીરની દરગાહ નજીક મુમતાઝબેન પર ઈબ્રાહીમ તથા રેશ્માબેન ઈબ્રાહીમ વાઘેરે હુમલો કર્યાે હતો. ભરણપોષણ માગીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી બંને વ્યક્તિએ ફડાકા ઝીંકયા હતા. કાનમાં ઈજા પામેલા મુમતાઝ બેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial