Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૪-જાન્યુઆરીથી ગાયબ રહેલી
અમદાવાદ તા. ર૭ઃ કેડિલાના સીએમડી રાજીવ મોદી કેસમાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદી બલ્ગેરિયન યુવતી ગુમ થયાના ૩૪ દિવસ બાદ આજે અચાનક હાઈકોર્ટમાં હાજર થઈ છે.
અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન યુવતી આજે અચાનક જ ગુજરાત હાઈકોર્ટ પહોંચી હતી. થોડા દિવસો પહેલા જ રાજીવ મોદીને ક્લીનચીટ મળી હતી. ત્યારે હવે યુવતી ફરી એકવાર હાઈકોર્ટમાં હાજર થતાં જ કેસમાં વળાંક આવ્યો છે. અગાઉ ફરિયાદ નોંધાવનારી યુવતી ર૪-જાન્યુઆરીથી ગાયબ હતી. જેની ફરિયાદ યુવતીના વકીલે પણ લખાવી હતી. હવે ગુમ થયાના ૩૪ દિવસ બાદ આજે યુવતી હાઈકોર્ટમાં હાજર થઈ છે.
અગાઉ કેસની તપાસ ગુજરાત હાઈકોર્ટની સૂચનાથી એડીશન પોલીસ કમિશ્નર સેક્ટર-૧ ના અધ્યક્ષસ્થાને તૈયાર કરવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે ફરિયાદમાં લગાવવામાં આવેલા આક્ષેપને લગતા પુરાવા મળ્યા નહોતા. સાથે-સાથે કેસની તપાસને લગતી કેટલીક બાબતો પર ચકાસવા માટે ફરિયાદી યુવતીનું નિવેદન લેવું જરૃરી હતું.
જો કે, આઠ-આઠ જેટલા સમન્સ બાદ પણ તે હાજર થઈ નહોતી. જેના પગલે એસઆઈટી દ્વારા કોર્ટમાં એ સમરી ફાઈલ કરવામાં આવતા સમગ્ર કેસમાં આક્ષેપ સાબિત ન થતા રાજીવ મોદીને કેસમાં લગભગ ક્લીનચીટ મળતા કેસમાં મહત્ત્વનો વળાંક આવ્યો હતો.
આ કેસની તપાસ કરી રહેલી ટીમ દ્વારા કોર્ટમાં એ સમરી ફાઈલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદના આક્ષેપોને લગતા પુરાવા ન મળવાની સાથે યુવતી અનેક સમન્સ બાદ પણ નિવેદન માટે એસઆઈટી સમક્ષ હાજર થઈ ન હોતી. આમ, એ સમરીમાં રાજીવ મોદી પર લગાવેલા આક્ષેપ પુરવાર ન થતા હોવાથી તેમને ક્લીનચીટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બલ્ગેરિયન યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ ફરિયાદ દાખલ ન થતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સોલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવાની સૂચનાની સાથે કેસની તપાસ સિનિયર આઈપીમેસ અધિકારીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને સોંપવાની સૂચના આપી હતી.
રાજીવ મોદી ૫ર દુષ્કર્મનો કેસ કરનારી બલ્ગેરિયન યુવતીએ પોલીસ તપાસ પર આક્ષેપ કર્યા છે. જેમાં જણાવ્યું છે કે, ઘટનાની ઘણા સમય વીત્યા પછી મારા મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. પોલીસે શરૃઆતથી તપાસમાં ઢીલાશ મૂકી છે. ગુજરાત પોલીસે તપાસ યોગ્ય નહીં કરતા સમરી રિપોર્ટ ભરી દીધો છે. અમે સુપ્રિમ કોર્ટ સુધી ગયા પરંતુ ત્યાં પણ અમારે અરજી પરત લેવી પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial