Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખ્યાતનામ બિલ્ડર જૂથોના નિવાસ તથા ઓફિસોમાં પહોંચી ટીમો
રાજકોટ તા.૨૭ઃ રાજકોટમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ૩૦ સ્થળોએ દરોડા પાડ્યા છે. અને ટોચના બિલ્ડર ગ્રુપને ઝટકા આપ્યા છે.
રાજકોટ આવકવેરા ઈન્કમટેક્સ વિંગ દ્વારા આજે સવારથી ટોચના બિલ્ડર ગ્રુપોને નિશાન બનાવીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રનો સૌપ્રથમ ૪૦ માળનો બિલ્ડિંગ પ્રોજેક્ટ જાહેર કરનારા અને ટૂંકા ગાળામાં ૩ મોટા પ્રોજેક્ટ બનાવનારા લાડાણી એસોસિએટ્સના દિલીપ લાડાણી ઝપટે ચડી ગયા હતા. કાલાવડ રોડ પરના દિલીપ લાડાણીના નિવાસસ્થાન તથા મવડી પાસેની ઓફિસ પર દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય તેમના કનેક્શનમાં પણ ૧૨ સ્થળોએ કાફલો ત્રાટક્યો હતો. તેમના એકાઉન્ટન્ટ વિરાજના નિવાસસ્થાનને પણ દરોડા પાડવામાં આવ્યા છે. તદુપરાંત લાડાણી સાથે ભાગીદારી કનેક્શન ધરાવતા ઓરબેટ ગ્રુપને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. મોટા મવામાં રહેતા વિનસ પટેલ તથા તેમના ભાઈઓના નિવાસસ્થાન તથા ઓફિસો પર દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત કોટેચા ચોક પાસે આકાર પામી રહેલા ટ્વીન ટાવર ગ્રુપને નિશાને લેવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં લાડાણી ગ્રુપ ઉપરાંત દાનુભા તેમના પુત્ર અર્જુન, મયુર રાદડિયા, મહિપતસિંહ ચુડાસમાના સ્થળોએ પણ સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રોએ કહ્યું હતું કે સવારથી બિલ્ડરો તથા તેમના ભાગીદારો અને કનેક્શન ધરાવતા ૩૦ જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial