Advertisement
Author: નોબત સમાચાર

મારા ભાઈએ જેલમાંથી કેમ છોડાવ્યો નહીં તેમ કહી એક શખ્સે શિક્ષિકાને આપી ધમકી

મહિલાએ જેઠ સામે નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ૨૭ઃ જામનગરના સાધનાકોલોની વિસ્તાર પાસે સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા એક શિક્ષિકાને તેના જેઠે ઘેર ધસી આવી ગાળો ભાંડ્યા પછી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોતાની સાસુના હત્યાના આરોપમાં સંડોવાયેલા આ શખ્સે તારા લગ્ન પછી મારો ભાઈ મારા પર ધ્યાન આપતો નથી તેમ કહી ધમાલ કરી હતી.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોની નજીક સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતા ભારતીબેન ચંદ્રકાંત ખાખરીયા નામના મહિલા ગઈ તા.૧૭ની સવારે પોતાના ઘરે હતા ત્યારે જેઠ ભરત બાબુલાલ ખાખરીયા ઉર્ફે ભીખાલાલ ધસી આવ્યો હતો.

આ શખ્સે તારા લગ્ન મારા ભાઈ ચંદ્રકાંત સાથે થયા પછી મારો ભાઈ મારા પર ધ્યાન આપતો નથી અને હું જેલમાં હતો તો મને છોડાવવા પણ તેણે કંઈ કર્યું નથી તે ઉપરાંત મારા પિતા મૃત્યુ પામ્યા તો તેની જાણ કેમ કરી ન હતી તેમ કહી ભરતે બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી હતી અને નાનાભાઈની પત્ની ભારતીબેનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અગાઉ પોતાના જ સાસુની થયેલી હત્યામાં આરોપમાં સંડોવાયેલા ભરત સામે તેના નાનાભાઈના પત્ની અને શિક્ષિકા તરીકે નોકરી કરતા ભારતીબેને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૪, ૫૦૬ (ર), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh