Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના રેલવે સ્ટેશને યોજાયો કાર્યક્રમ
ખંભાળીયા તા. ર૭ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશને ૪૧ હજાર કરોડની વિવિધ રેલવે પરિયોજનાની ભેટ આપવાની કામગીરીના ભાગરૃપે પપ૪ રેલવે સ્ટેશનો તથા ૧પ૦૦ ઓવર બ્રીજ તથા અંડરપાસના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત યોજાયા હતાં. જેમાં ખંભાળીયા સહિત દ્વારકા જિલ્લો જોડાયો હતો. ખંભાળીયા રેલવે સ્ટેશને આ શિલાન્યાસ તથા લોકાર્પણ ખંભાળીયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના હસ્તે થયું હતું. જેમની સાથે પાલિકાના કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ નકુમ, અગ્રણીઓ મોહિતભાઈ મોટાણી, ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણઝારીયા, પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયા, ભીખુભા જેઠવા, ઘેલુભા જાડેજા, ધીરુભાઈ ટાકોદરા, રેલવેના સિનિયર ઈલેકટ્રીક ઈજનેર મીના તથા સ્ટેશન માસ્તર તથા રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ખંભાળીયા રેલવે સ્ટેશન, દ્વારકા, ભાટીયા, ઓખા રેલવે સ્ટેશનો તથા ખંભાળીયા, મોડપુર, પીપળી, હડમતીયા સહિતના ગામોમાં રેલવે અંડરબ્રીજ તથા ઓવરબ્રીજમાં લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમો થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial