Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં સ્વ. ડૉ.મનમોહન સિંઘનું સ્મારક બનાવવા કેન્દ્રનો નિર્ણય

ટ્રસ્ટની રચના કરીને ઔપચારિક્તાઓ પૂર્ણ થતા જ

નવી દિલ્હી તા. ર૮: દિલ્હીમાં પૂર્વ પી.એમ. સ્વ. ડો. મનમોહન સિંઘનું સ્મારક બનાવાશે, તે પ્રકારની જાણ કેન્દ્ર સરકારો સદ્ગતના પરિવારને કરી દીધી હોવાના અહેવાલો છે.

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘની યાદમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય ગૃહમંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

એક અખબારી યાદી બહાર પાડીને ગૃહ મંત્રાલયે કહ્યું કે શુક્રવારે સવારે સરકારને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરફથી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડો. મનમોહન સિંઘના સ્મારક માટે જગ્યા ફાળવવાની વિનંતી મળી છે. કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને સ્વર્ગસ્થ ડો. મનમોહન સિંઘના પરિવારને કહ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિક્તાઓ પૂર્ણ થઈ શકે છે, કારણ કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને તેના માટે જગ્યા ફાળવવી પડશે.

ડો. મનમોહન સિંઘના નિધન પછી કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે મનમોહન સિંઘના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે સ્થળ નક્કી ન કરવું એ દેશના પ્રથમ શીખ વડાપ્રધાનનું ઈરાદાપૂર્વકનં અપમાન છે. કોંગ્રેસે આ મુદ્દો ત્યારે ઊઠાવ્યો જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે મનમોહન સિંઘના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર શનિવારે સવારે ૧૧-૪પ વાગ્યે પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

કોંગ્રેસ તેમજ જયરામ રમેશે શુક્રવારે ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ પ્રત્યે અનાદરભર્યું વલણ અપ-નાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યુ, આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાનને પત્ર લખીને પ્રસ્તાવ મૂક્યો કે ડો. મનમોહન સિંઘના અંતિમ સંસકાર એવા સ્થળે કરવામાં આવે જ્યાં તેમના વારસાના સન્માન માટે એક સ્મારક બનાવવામાં આવે. સવાલો ઊઠાવતા જયરામ રમેશે કહ્યું, આપણા દેશના લોકો એ સમજવામાં અસમર્થ છે કે શા માટે ભારત સરકાર ડો. મનમોહન સિંઘના વૈશ્વિક કદ, ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને દાયકાઓની સેવાને અનુરૂપ તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે કોઈ જગ્યા આપી રહી નથી. રાષ્ટ્ર માટે નક્કી કરી શક્યા નથી.

કોંગ્રેસની નારાજગી દૂરઃ વિવાદના અંતનો સંકેત

પૂર્વ પી.એમ. મનમોહનસિંહનું સ્મારક બનવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ માટે સંમત થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારને આ માહિતી આપી છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે સ્મારકને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે કોંગ્રેસ નારાજ હોવાનું કહેવાય છે, પરંતુ હવે સરકાર તૈયાર છે. વિવાદનો અંત આવતો જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh