Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ૨૫ જિલ્લામાં માવઠાની આગાહી

ભરશિયાળે ચોમાસા જેવો માહોલઃ ખેતીપાકને નુકસાનની સંભાવના

અમદાવાદ તા. ૨૮: ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ૨૫ જિલ્લામાં આજે કરા-ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ માવઠાના કારણે ખેતીપાકને નુકસાન થશે તેવી ભીતિ દર્શાવાઈ રહી છે.

ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો યથાવત રહ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથે કરા પણ પડયા હતા. જયારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા હજુ શનિવારે ૨૫ જિલ્લામાં વરસાદની આગામી કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-નર્મદામાં કરા પડવાની જયારે વડોદરા-છોટા ઉદેપુર-ભરૂચ-નર્મદા-સુરત-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-અમદાવાદ-ગાંધીનગર-પાટણ-મહેસાણા-ખેડા-અરવલ્લી-પંચમહાલ-દાહોદ-મહીસાગર-દમણમાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના રવિવારથી વાતાવરણ પૂર્વવત્ થઈ શકે છે.

કમોસમી વરસાદને પગલે વરિયાળી, બટાકા, ઘઉં, ચણા, જીરૃં, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આજે મોટાભાગના સ્થળોએ વાળછાયું વાતાવરણ રહેતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી ૨૪ કલાક તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. આ પછી તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં સાધારણ વધારો થઈ શકે છે. સાબરકાંઠામાં ગતરાત્રિએ અનેક વિસ્તારોમાં કમોસમી માવઠાના વાદળો અષાઢી માહોલ જામ્યો હોય તે રીતે હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને વિજયનગર તાલુકાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. હિંમતનગર, ગાંભોઈ, ચાંદરણી, ચાંપલાનાર, વાવડી, ગાંધીપુરા, મોરડુંગરા, રૂપાલકંપા, બાવસર, હાથરોલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડાબ્રહ્માના દામાવાસ પંથકમાં રાત્રે કરા સાથે વરસાદ પડયો હતો.

અરવલ્લીના ભિલોડા અને મેઘરાજમાં ૨ મીમી અને બાયડમાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે મોડાસામાં પણ વરસાદ પડતા કેટલાક સ્થળોએ પાણી વહેતા થયા હતા. આ વરસાદ અને વાતાવરણના માહોલના કારણે જિલ્લામાં ૧.૪૮ લાખ હેકટરમાં થયેલા ઘઉં, બટાટા, મકાઈ, શાકભાજી અને બાગાયતી પાકોમાં નુકસાનની દહેશત સેવાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh