Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૮: પૂ. વિદૂષી લીલાવંતીબાઈ મહાસતીજીના સુશિષ્યા બા.બ્ર. કૌશલ્યાબાઈ મહાસતીજી આદીઠાણા- ૪ ની પાવન નિશ્રામાં સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર તરફથી સાધર્મિક ભકિત મહોત્સવ યોજવામાં આવ્યો છે. આ મહોત્સવ તા. ૧૫-૧ થી તા. ૨૫-૧ સુધી શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રય, વારીઆ ડેલો, ચાંદીબજાર, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
સ્થાનકવાસી જૈન મોટા સંઘના નેજા હેઠળ સાધર્મિક ભકિત મહોત્સવમાં પાંચ, ચાર અને ત્રણ સામાયિક સવારે ૮ થી ૧૨ અને સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સુધી યોજાશે. જે શ્રાવક-શ્રાવિકા અનાજની કીટ મેળવવા ઈચ્છતા હોય તેમણે વારીઆ ડેલા-ઉપાશ્રયમાં વ્યાખ્યાન દરમ્યાન ઓછામાં ઓછી એક સામાયિક કરવાની રહેશે. ફોર્મ તા. ૧-૧-૨૫ના સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન ઉપાશ્રયમાંથી મેળવી લેવાના રહેશે. વધુ વિગત માટે અનસૂયાબેન શાહ મો. ૯૭૨૫૬ ૨૬૭૪૨ અથવા રીટાબેન મેતા મો. ૭૫૬૭૮ ૮૨૭૭૨નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial