Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિલાયન્સનો સહયોગઃ હાર્ટફૂલનેસ સંસ્થા રાખશે સારસંભાળ
જામનગર તા. ર૮: રિલાયન્સના આર્થિક અનુદાનથી જામનગર શહેરને 'વસવાટ વચ્ચે વન' મળશે. જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રીઝર્વ પ્લોટ-સોનલનગરમાં ૧૫૦૦૦ વૃક્ષોની હરિયાળી લહેરાશે. હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા વૃક્ષોના ઉછેર-સંભાળની જવાબદારી સ્વીકારાઈ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આર્થિક અનુદાનથી જામનગર શહેરને આગામી દિવસોમાં એક કાયમી ભેટ સમું વનોદ્યાન ભેટ મળવા જઈ રહ્યું છે. ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીની મંજૂરીથી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે જામનગર શહેરના ગોલ્ડન સિટીની પાછળના ભાગમાં સોનલનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન માટે રિઝર્વ રાખવામાં આવેલ ૮ (આઠ) એકર જમીનમાં ૧૫૦૦૦ વૃક્ષો રોપીને ઉછેરવાની જવાબદારી હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યુટ નામની સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવી છે.
રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીની જન્મજયંતીના અનુસંધાને આજે રિલાયન્સના પ્રતિનિધીશ્રી, મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રી , આસી. કમિશનર, હાર્ટફૂલનેસ સંસ્થાના પ્રતિનિધિ તથા સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી બાયોડાયવર્સીટી પ્લાન્ટના આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં મુખ્યમથક ધરાવતી હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યુટના મુખ્ય વ્યવસ્થાપક પદ્મશ્રી કમલેશ પટેલ (દાજી) છે જેઓ દેશભરમાં ધ્યાન અને યોગના પ્રસાર ઉપરાંત ફળદ્રુપ ખેતી અને ફોરેસ્ટસ બાય હાર્ટફૂલનેસ પ્રોજેક્ટ દ્વારા વનીકરણ માટે કાર્યરત છે.
જામનગર ખાતે વસવાટ વચ્ચે સ્થપાનાર આ વનમાં વાંસ, ખૂબ મોટાં ઘટાદાર વૃક્ષો અને નાનાં વૃક્ષો એવી વ્યુહાત્મક રીતે રોપવામાં આવશે કે જેથી પક્ષીઓ સહિતના જીવ વૈવિધ્યને વસવાટ અને વિકાસ માટે પૂરતી તક મળી રહે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા આશરે ૧.૨૫ કીમીનો વોકીંગ ટ્રેક બનાવાશે. જેના પર ચાલનારને વનપરિભ્રમણ જેવી અનુભૂતિ થશે.
જામનગર મહાનગરપાલિકાએ આ કાર્યમાં ઉપયોગ માટે આઠ એકર જમીનની મંજૂરી આપી છે અને હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યુટ તેની આનુષાંગિક તમામ જવાબદારી વહન કરશે. રિલાયન્સ દ્વારા આ કાયમ માટે ઉપયોગી થનાર પ્રોજેક્ટ માટે મોટી રકમનું અનુદાન આપવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial