Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયોઃ
જામનગર તા. ૨૮: જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગયેલા પીએસઆઈ સામે એક મહિલાએ મારકૂટ કર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે તે દલીલ ગ્રાહ્ય રાખી પીએસઆઈનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં ફોજદારની ફરજ બજાવતા જે.કે. મોરી સામે એક મહિલાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં તેણી જ્યારે પાડોશી સામે મારકૂટ કરવા અંગેની ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદ લેવાની બદલે ફોજદારે ફડાકો ઝીંકી દીધાની અને ગાળો ભાંડ્યાની રજૂઆત જે તે વખતન એસપી સમક્ષ કરી હતી. આ મહિલાએ ઉપરોક્ત ઘટના પોતાના મોબાઈલમાં રેકર્ડ કરી હોવાનું જણાવ્યું હતું.
ત્યારપછી આ મહિલાએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે આ મહિલાની સારવાર કરનાર તબીબ સહિત છ વ્યક્તિની જુબાની રજૂ કરી હતી. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, મારકૂટ અંગે આ મહિલાએ ફરિયાદ નોંધાવી છે પરંતુ તેને તબીબી પુરાવાનું સમર્થન નથી મળતું, જ્યારે મોબાઈલ રેકોર્ડીંગનો પુરાવો પ્રમાણપત્ર સાથે રજૂ કરવામાં આવ્યો નથી.
અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે તેમ ઠરાવી પીએસઆઈનો છૂટકારો ફરમાવ્યો છે. બચાવ પક્ષે વકીલ વી.એચ. કનારા, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.ડી. સીસોટીયા, જે.એમ. નંદાણીયા, આર.એન. વસરા, આર.એ. સફીયા, વી.એસ. ખીમાણીયા, પી.એન. રાડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial