Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં ડિસેમ્બરમાં વરસાદનો ર૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ ત્રણ દિવસ યલો એલર્ટ

ગઈકાલે આખો દિવસ વરસાદ પડ્યોઃ દોઢ ઈચ જેટલું પાણી પડ્યું

નવી દિલ્હી તા. ર૮: દિલ્હીમાં ર૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને ડિસેમ્બરમાં સૌથી વધુ વરસાદ પડશે. આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ અપાયું છે. દિલ્હીમાં સતત પડી રહેલા વરસાદથી લોકો ધ્રૂજી ઊઠ્યા છે. વરસાદના કારણે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. પ્રદૂષણનું સ્તર પણ ઘટી ગયું છે.

દેશની રાજધાનીમાં શુક્રવારે દિવસભર વરસાદ પડ્યો હતો. જેના કારણે શુક્રવારે સવારે ર-૩૦ થી પ-૩૦ વાગ્યા સુધી દિલ્હીમાં ૩૯.૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. જેના કારણે ડિસેમ્બર મહિનામાં વરસાદનો ર૭ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો, તેમજ વધતી જતી ઠંડીને કારણે મહત્તમ તાપમાનમાં ગત્ દિવસની સરખામણીએ ૯.પ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે શુક્રવાર છેલ્લા પાંચ વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ હતો. વરસાદને કારણે પ્રદૂષણમાંથી પણ રાહત અનુભવાઈ હતી, પરંતુ ભારે વરસાદ હોવા છતાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ શુક્રવારે સતત ચોથા દિવસે દિલ્હીનો હવા સૂચકાંક ૩પ૩ જાહેર કર્યો હતો. જ્યારે સ્વિસ કંપનીની એપ આઈક્ય-એર પર સરેરાશ એર ઈન્ડેક્સ ર૧ર નો અહેવાલ આપ્યો હતો, અને રાત્રે ૮-૩૦ વાગ્યે એર ઈન્ડેક્સ ૧પ૩ હતો, જેને સીપીસીબી ધોરણો અનુસાર મધ્યમ શ્રેણીમાં ગણવામાં આવે છે.

હવામાન વિભાગે શનિવાર સહિત ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. શનિવારની સવાર અને બપોર વચ્ચે એક કે બેવાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે સવારે મોટાભાગના સ્થળોએ હળવું ધૂમ્મસ અને કેટલીક જગ્યાએ મધ્યમ ધૂમ્મસ પણ જોવા મળી શકે છે. રવિવારથી આકાશ સાફ થઈ જશે, પરંતુ કેટલીક જગ્યાએ ગાઢ ધૂમ્મસ અને કેટલીક જગ્યાએ ગાઢ ધૂમ્મસ છવાઈ શકે છે.

સોમવારે મધ્યમ સ્તરનું ધૂમ્મસ રહેવાની શક્યતા છે. મધ્યમ ધૂમ્મસના કિસ્સામાં લઘુતમ દુશ્યતા ર૦૦ થી પ૦૦ મીટર હોય છે. ગાઢ ધૂમ્મસના કિસ્સામાં લઘુતમ દુશ્યતા પ૦ થી ર૦૦ મીટર હોય છે અને ખૂબ ગાઢ ધૂમ્મસના કિસ્સામાં લઘુતમ દુશ્યતા પ૦ મીટરથી ઓછી હોય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે પાલમમાં સૌથી વધુ ૪ર.૭ મી.મી., લોધી રોડમાં ૪૧ મી.મી. અને પુસામાં ૪૦ મીટર વરસાદ નોંધાયો હતો. શુક્રવાર પહેલા આ મહિને દિલ્હીમાં ૩.પ મી.મી. વરસાદ નોંધાયો હતો. આના કારણે દિલ્હીમાં આ મહિનામાં અત્યાર સુધીમાં કુલ ૪ર.૮  વરસાદ નોંધાયો છે, જે ૧૯૯૭ પછી સૌથી વધુ છે. વર્ષ ૧૯૯૭ માં ડિસેમ્બરમાં કુલ વરસાદ ૭૧.૮ મી.મી. હતો. આ પછી વર્ષ ર૦૧૯ માં ડિસેમબરમાં ૩૩.૯ મી.મી. વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૧૪.૬ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા છ ડીગ્રી સેલ્સિય ઓછું છે. અગાઉ ડિસેમ્બર ર૦૧૯ માં સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારપછી ૧૭ અને ૧૮ ડિસેમ્બરે મહત્તમ તાપમાન ૧ર.૯ ડીગ્રી અને ૧ર.ર ડીગ્રી સેલ્સિયસ હતું. ત્યારપછી આ વખતે શુક્રવારે મહત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું હતું, પરંતુ લઘુતમ તાપમાન દસ ડીગ્રી સેલ્સિયસથી વધુ રહેવાના કારણે હવામાન વિભાગે ઠંડીનો દિવસ ગણ્યો ન હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh