Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાબા વેંગાની ભયાવહ ભવિષ્યવાણીઓ
નવી દિલ્હી તા. ર૮: ભવિષ્યવેત્તા બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણીઓ કરી છે તે મુજબ વર્ષ ર૦રપ માં કુદરતી આફતો ભૂકંપ, તોફાન, પૂર મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે, અને યુરોપમાં વિનાશ સર્જાઈ શકે છે. તે ઉપરાંત રર મી સદીના અંતે એટલે કે વર્ષ ર૧૦૦ મા કૃત્રિમ સૂર્ય ઝળહળશે
જાણીતા ભવિષ્યવેત્તા બાબા વેંગાએ તેમની ભવિષ્યવાણી વર્ષ ર૦રપ અંગે કેટલીક ખાસ આગાહી કરી હતી. તેમણે દેશ અને દુનિયા વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાંથી કેટલીક સાચી સાબિત થઈ હતી.
બાબા વેંગાએ વર્ષ ર૦રપ અંગે કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી હતી. જે લોકોને ખૂબ ડરાવી રહી છે. આ પૈકી કેટલીક આગાહી ચોંકાવનારી છે અને કેટલીક રાહત આપનારી પણ છે. બાબા વેંગાના મતે યુરોપમાં વર્ષ ર૦રપ માં વિનાશ શરૂ થશે. બાબા વેંગાની આગાહી પ્રમાણે યુરોપમાં આંતરિક સંઘર્ષ થશે અને રાજકીય અસ્થિરતાની અસર એટલી મોટી હશે કે વસતિમાં ભારે ઘટાડો થઈ શકે છે. એટલું જ નહીં, તેમણે એવી આગાહી પણ કરી કે વર્ષ ર૦રપ માં મોટો વિનાશ શરૂ થઈ શકે છે. વર્ષ ર૦રપ માં કુદરતી આફતો (ભૂકંપ, તોફાન, પૂર) મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ર૦ર૮ માં તેમની આગાહીઓ મુજબ વિશ્વની ભૂખ ખેક નવા ઊર્જા સ્ત્રોત સાથે શમી જશે અને મનુષ્ય પણ શુક્ર પર પહોંચી જશે. ર૦૩૩ માં આબોહવા પરિવર્તનને કારણે દરિયાની સપાટીમાં વધારો થવાથી દરિયા કિનારામાં ફેરફાર થશે. ર૦૪૩ માં યુપોરમાં મોટા સાંસ્કૃતિક પરિવર્તન થશે અને ઈસ્લામ પ્રભુત્વ ધરાવતોધર્મ બનશે. ર૦૪૬ માં તબીબી ક્ષેત્રમાં ક્રાંતિ આવશે અને કૃત્રિમ અંગો મોટાપાયે બનાવવામાં આવશે. ર૧ મી સદીના અંતે વર્ષ ર૧૦૦ માં કૃત્રિમ સૂર્ય પૃથ્વીના અંધકારવાળી બાજુને પ્રકાશ અને હૂફ આપશે.
બાબા વેંગાએ મોટી ભવિષ્યવાણી કરી હતી જેનાથી લોકોને રાહત મળી હતી. તેમણે કહ્યું હતું કે કેન્સર જેવી ખતરનાક બીમારીનો ઈલાજ વર્ષ ર૦રપ માં મળી શકે છે. આ રોગને નાબૂદ કરવામાં વૈજ્ઞાનિકો મોટી સફળતા મેળવી શકે છે.
ઉલ્લેખનિય છે કે, બાબા વેંગા બલ્ગેરિયાના રહેવાસી હતાં. તેમણે ૧ર વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી દીધી હતી. ત્યારપછી તેઓ ભવિષ્યવાણીઓ કરતા હતાં. તેમની આગાહીઓ વારંવાર ચર્ચા અને વિવાદિત થાય છે. લોકો દાવો કરે છે કે ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે બાબા બેંગાનોજનમ ૧૯૧૧ માં થયો હતો અને ૧૯૯૬ માં તેનું અવસાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial