Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય યુવા ભાજ૫ પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં
ખંભાળીયા તા. ર૮: તાજેતરમાં દ્વારકા જિલ્લાના ભાજપના વિવિધ મંડળો, તાલુકા શહેરના આઠ નવા પ્રમુખોની નિયુક્તિ જિલ્લા ભાજપના ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હોય, ગઈકાલે ખંભાળીયામાં ભાજપના જિલ્લા કાર્યાલય દ્વારકેશ કમલમ્માં વીર બાલદિનની ઉજવણીની સાથે નવા નિયુક્તિ પામેલા પ્રમુખોનું સન્માન તથા નિવૃત્ત થયેલા પ્રમુખોનો સ્નેહમિલન કાર્યક્રમ ભાજપના રાજય યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરારની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં નવા હોદ્દેદારો તથા જિલ્લા હોદ્દેદારો, મહેમાનોનું ઢોલ-નગારા તથા પુષ્પવર્ષાથી સ્વાગત સન્માન કરાયું હતું તથા આ પછી નવનિયક્ત તમામ પ્રમુખોનું વ્યક્તિગત સન્માન થયું હતું. વિદાય લેતા નિવૃત્ત પ્રમુખોનું સુંદર કામગીરી અને સહયોગ બદલ આભારદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન પ્રશાંતભાઈ કોરાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી યુવરાજસિંહ વાઢેરે કર્યુ હતું. કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ ભરતભાઈ ગોજીયા, ધનાભાઈ નાગેશ, સી.એલ. ાવડા, અશોકભાઈ કાનાણી, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial