Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાની ડેમનું કામ પૂરજોશમાં
ખંભાળીયા તા. ૬ઃ દ્વારકા જિલ્લાના જામરાવલ પાસે દ્વારકા જિલ્લાનો સૌથી મોટો સાની ડેમ તેના દરવાજા વારંવાર લીકેજ થતાં હોય તુટવાનો ભય થતાં રાજ્ય સરકાર દ્વારા ૩ર કરોડના ખર્ચે પુનઃ નિર્માણ કરવા કાર્યવાહી શરૃ કરાયેલ તેની ટેન્ડર પ્રક્રિયામાં તથા કોન્ટ્રાકટરો દ્વારા બે વખત કામ ના કરતા એક વખત અધુરું મૂકી નાસી જતાં આ પ્રોજેકટ વિલંબમાં પડ્યો હતો. તે પછી રેગ્યુલર એજન્સીને કામ સોંપાતા તથા તેમણે આયોજનપૂર્વક કામ કરતા હવે ડેમમાં આગામી ચોમાસામાં પાણી ભરાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
જો કે ડેમની કાર્યવાહી પૂર્ણ નથી થઈ પણ ચોમાસામાં દીવાલોમાં પાણી રોકાતા પાછળના હજારો એકરના વિસ્તારોને કૂવા-બોરમાં પાણીની રસીંગ રહે તેવી સ્થિતિ નિર્માણ થશે.
ઉલ્લેખનીય છે કે સાની ડેમ ખૂબ જ વિશાળ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ડેમ છે. અગાઉ જ્યારે નર્મદાનું પાણી ઉપલબ્ધ ન હતું ત્યારે સાનીનું પાણી છેક દ્વારકા ઓખા તથા કલ્યાણપુરના અનેક ગામોમાં પહોંચતું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial