Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮ એપ્રિલે લોહાણા જ્ઞાતિની નાત-સમૂહભોજનઃ
જામનગર તા. ૬ઃ આગામી સંવત ૨૦૮૦ ચૈત્ર સુદ-૯ને બુધવાર, તા. ૧૭-૦૪-૨૪ના ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ આવી રહેલ હોય તે પ્રસંગને ધામધૂમથી ઉજવવા તથા તે પ્રસંગે રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિની નાત (સમૂહ ભોજન)નું આયોજન તા. ૧૮-૦૪-૨૪, ગુરૃવારના કરવામાં આવ્યું છે. જે અંગે લોહાણા સમાજની મિટિંગ તા. ૦૭-૦૪-૨૪ને રવિવારના સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ કલાક સુધી શ્રી લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર, જામનગરમાં રાખવામાં આવી છે.
ભગવાન શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાય તેવું સુંદર સંયોજન કરવામાં આવેલ છે, તેથી આ મિટિંગમાં લોહાણા જ્ઞાતિના તમામ ભાઈ-બહેનો, યુવાનો, વડીલો, લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદ્દેદારો સહિત તમામને બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિના જીતેન્દ્ર એચ. લાલએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial