Advertisement
Author: નોબત સમાચાર

જૌહર કરવાનું એલાન કર્યા પછી પ્રદેશ ભાજપ કાર્યાલય સહિત અમદાવાદમાં ચૂસ્ત બંદોબસ્ત

રાજકોટ, જામનગર, અમદાવાદની મહિલા અગ્રણીઓએ

અમદાવાદ તા. ૬ઃ પરસોત્તમ રૃપાલાના મુદ્દે  જૌહર કરવાની ક્ષત્રિય મહિલાઓની જાહેરાત પછી પ્રદેશના ભાજપ કાર્યાલય સહિત અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત ચૂસ્ત કરી દેવાયો છે.

રાજકોટ લોકસભામાં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૃપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણીને લઈને આપેલી અલ્ટિમેટમ શુક્રવારે પૂર્ણ થતા ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર કરવાની ચીમકી આપી છે. શનિવારે સાંજે અહીંના કોબામાં પ્રદેશ કાર્યાલયથી કમલમ્ે પહોંચી જૌહર કરવાના એલાનને પગલે કાર્યાલયની ફરતે તેમજ અમદાવાદ અને ગાંધીનગરથી આવતા માર્ગો ઉપર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.

બે સપ્તાહથી ચાલતા વિવાદમાં શુક્રવારે બપોરે અચાનક અમદાવાદના બોપલમાં રહેતા ગીતાબા પરમાર, જામનગરથી ચેતનાબા જાડેજા અને સુરેન્દ્રનગરના પ્રજ્ઞાબા ઝાલાએ વારાફરથી વીડિયો મારફતે ભાજપે રાજકોટમાંથી પરસોત્તમ રૃપાલાની ટિકિટ રદ્દ ન કરતા શનિવારે બપોરે ૪ વાગ્યે ભાજપ પ્રદેશ કાર્યાલયે પહોંચીને જૌહર કરવાનું એલાન કર્યુ હતું. જેથી રાજયની પોલીસ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમને સમજાવવા પ્રયાસો શરૃ કર્યાનું જાણવા મળ્યું છે.

આ તરફ શનિવારે કોઈપણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન સર્જાય તેમજ સામાજિક સૌહાર્દતા બની રહે તે માટે પોલીસ અને ઈન્ટેલિજન્સ બ્યુરો-આઈબી આ મહિલાઓ તેમજ ભાજપના કાર્યાલયોની પાસે ખાનગી ડ્રેસમાં નજર રાખી રહી છે. તદ્ઉપરાંત આ તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ભાજપના ક્ષત્રિય આગેવાનોએ પણ ઉક્ત બહેનો અને તેમના પરિવારજનોને શાંતિ રાખવા, સમજાવટ માટે એડિચોટીનું જોર લગાવ્યું છે.

જૌહર કરવાની જાહેરાત વચ્ચે શુક્રવારે રાજસ્થાન સ્થિત કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ ગુજરાતમાં ચાલી રહેલા વિવાદનો વિરોધ ધરવા, મુદ્દાને ભારતભરમાં લઈ જવા શનિવારે અમદાવાદ આવવાની જાહેરાત કરી છે. તેઓ અહીં ગુજરાતમાં ક્ષત્રિય આગેવાનો તથા કરણીસેનાના હોદ્દેદારો સાથે અમદાવાદ અને રાજકોટમાં બેઠક યોજાશે તેમ જાણવા મળ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે રૃપાલા અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલ જાહેરમાં માફી માંગી ચૂક્યા છે. પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ સમક્ષ રૃપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગણી ઉપર અડીખમ છે. જેના કારેણ બન્ને પક્ષે પરિસ્થિતિ વધુ તંગ બની રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh