Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં સી.આર. પાટીલ સામે કાળાવાવટા દેખાડાયાઃ સૂત્રોચ્ચારઃ પ્રચંડ આક્રોશ

પ્રદેશ ભાજપ પ્રમુખ તથા મંત્રી-મહાનુભાવોના હસ્તે ''દ્વારકેશ કમલમ્ના લોકાર્પણ સમયે જ રૃપાલાના વિરોધમાં

ખંભાળિયા તા. ૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના નવનિર્મિત મુખ્ય કાર્યાલય 'દ્વારકેશ કમલમ્'ના લોકાર્પણ/ઉદ્ઘાટન સમારોહ સમયે રૃપાલા સામે ક્ષત્રિય સમાજે કાળા વાવટા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા સમગ્ર વાતાવરણમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી.

આજે ખંભાળિયામાં નવનિર્મિત દ્વારકેશ કમલમ્ મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે થનાર હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર તથા પક્ષના અન્ય નેતાઓ હાજર રહ્યા હતાં.

આજે ભારતમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે બરાબર તે જ દિવસે ખંભાળિયામાં ભાજપના સમારોહમાં ૪૦૦-પ૦૦ જેટલા ક્ષત્રિય યુવાનો સહિતના લોકો કાળા વાવટા, રૃપાલા વિરૃદ્ધના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા કરતા સમારોહના સમિયાણામાં અંદર પહોંચી ગયા હતાં. થોડીવાર માટે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

ક્ષત્રિય સમાજના આગેવાનોએ રાજપૂત સમાજની વાડીમાં બેઠક યોજી હતી અને ત્યાં મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. ત્યાંથી તેઓ મોટા ટોળાં સ્વરૃપે સમારોહના સ્થળે પહોંચી ગયા હતાં.

સમારોહના સ્થળે બાંધેલા સમિયાણામાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોની એન્ટ્રી થઈ ગઈ, વિરોધ સાથે કારા વાવટરા ફરક્યા, ખુરશીઓની ફેંકાફેંકી થઈ, સૂત્રોચ્ચાર થયા ત્યાં સુધી ત્યાં બંદોબસ્તમાં રહેલો પોલીસ સ્ટાફ ટૂંકો પડ્યો હતો અને આ સ્થિતિની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે કાર્યક્રમના સ્થળે દોડી ગયા હતાં અને દેખાવકારોને બહાર કાઢ્યા હતાં. પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડ્યા પછી દ્વારકેશ કમલમ્નો ઉદ્ઘાટન સમારોહ શરૃ થઈ શક્યો હતો.

આ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં પ્રદેશ ભાજપ પ્રમુખ, પ્રદેશ ભાજપ મહામંત્રી ઉપરાંત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી મૂળુભાઈ બેરા, સંસદસભ્ય અને આ વખતની ચૂંટણીમાં જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ તથા ભાજપના અન્ય સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.

ઉગ્ર વિરોધની શરૃઆત હાલારની ધરતી પરથી...

રૃપાલાના વિરોધમાં અત્યાર સુધી ક્ષત્રિય સમાજના આવેદનપત્રો-રેલીઓ યોજાયા, બેઠકો યોજાઈ, નિવેદનો આવ્યા અને રોષ-વિરોધ યથાવત્ જ છે તેવા સંજોગોમાં ભાજપના એક મહત્ત્વના સમારોહમાં ભાજપના સ્થાપના દિવસે જ ક્ષત્રિય સમાજના ઉગ્ર વિરોધ પ્રદર્શનના મંડાણ હાલારની ધરતી (ખંભાળિયા) થી થતાં સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પડઘા પડ્યા છે અને આવનારા સમયમાં ક્ષત્રિયોનો વિરોધ કેવો અને કેટલો ઉગ્ર બનશે તે કહેવું કઠિન છે. આજે ખંભાળિયામાં જે વિરોધ પ્રદર્શન થયું તેમાં સરકાર અને પોલીસ વિભાગ તરફથી દેખાવકારો સામે કોઈ કડક કાર્યવાહી કે અટકાયત થયાનું જાણવા મળતું નથી, જો કે ત્યાં હાજર રહેનારા લોકોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે સમારોહ ચાલુ થયા પછી પણ કાર્યક્રમમાં ઘણાં ક્ષત્રિયો હાજર રહ્યા હતાં, જો કે મહાનુભાવોએ વિરોધ પ્રદર્શનનો કોઈ ઉલ્લેખ કર્યા વગર તેમના ભાષણો કર્યા હતાં, અને વડાપ્રધાનની દ્વારકા મુલાકાતનો ઉલ્લેખ કરીને મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh