Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના લુહારસારમાં વેપારી પર હુમલો કરનાર શખ્સોને પકડવા તજવીજ

તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પોલીસે ચકાસ્યાઃ

ખંભાળિયા તા. ૬ઃ ખંભાળિયા શહેરમાં લુહારશાળ પાસે એક વેપારી પર ત્રણ શખ્સે ધોકા, પાઈપથી હુમલો કરી માર માર્યાના બનાવમાં પોલીસે તે વેપારી અને અન્ય વ્યક્તિઓના નિવેદન નોંધી આરોપીઓને પકડી પાડવા તજવીજ શરૃ કરી છે. ખંભાળિયામાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા માગણી ઉઠી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આવેલી લુહાર શાળમાં સોનીની દુકાનમાં કામ કરતા એક કર્મચારીને ત્યાંથી પસાર થતાં ત્રણ શખ્સે પાણી કેમ ઉડાડે છે તેમ કહી ધોકા, પાઈપ અને અન્ય હથિયારથી હુમલો કરી બેફામ માર માર્યાે હતો. ઘવાયેલા વેપારીને દવાખાને દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવની જાણ થતાં વેપારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. ખંભાળિયાના પીઆઈ બી.જે. સરવૈયાએ આ મુદ્દે ગુન્હો નોંધ્યા પછી ફરિયાદી તથા અન્ય દુકાનદારોની પૂછપરછ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા છે અને આરોપીને પકડી પાડવા તજવીજ શરૃ કરી છે.

ઉપરોક્ત બનાવ રાત્રિના સાડા નવેક વાગ્યે બન્યો હતો. ખંભાળિયામાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા તથા શકમંદોની પૂછપરછ હાથ ધરી લુખ્ખા તત્ત્વો સામે પોલીસ કડક હાથે કામગીરી કરે તેવી માગઉઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh