Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાર્ટીની લાંબી પ્રગતિયાત્રા વર્ણવીઃ
નવી દિલ્હી તા. ૬ઃ ભારતીય જનતા પાર્ટીના ૪૪ મા સ્થાપના દિવસ પર પીએમ મોદીએ ટ્વીટ કર્યુ અને પાર્ટીની લાંબી પ્રગતિ યાત્રા વર્ણવી હતી.
ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ૬-એપ્રિલે તેનો ૪૪મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વર્તમાનમાં ભાજપ સંસદમાં પ્રતિનિધિત્વ અને પક્ષના સભ્યપદની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો રાજકીય પક્ષ છે. આ અવસર પર પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ લાંબી યાત્રાને યાદ કરી અને તેના કાર્યકર્તાઓની પ્રશંસા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના મારા મહેનતુ કાર્યકરોને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ, આજે ભાજપની એ તમામ મહાન હસ્તીઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે, જેમણે વર્ષોથી પોતાની મહેનત, સંઘર્ષ અને બલિદાનથી પાર્ટીને આ ઉંચાઈ પર પહોંચાડી છે. આજે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે, ભાજપ દેશની સૌથી પ્રિય પાર્ટી છે, જે 'નેશન ફર્સ્ટ' ના મંત્ર સાથે લોકોની સેવા કરવામાં લાગેલી છે.
તેમણે આગળ લખ્યું કે અમને એનડીએનો અભિન્ન ભાગ હોવાનો પણ ગર્વ છે, કારણ કે આ ગઠબંધન દેશની પ્રગતિ અને ક્ષેત્રીય આકાંક્ષાઓને સાથે લઈને ભારતને આગળ લઈ જવામા માને છે. એનડીએ એક એવું ગઠબંધન છે, જે દેશની વિવિધતાના સુંદર રંગોથી શણગારેલું છે. અમારી આ ભાગીદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને મને ખાતરી છે કે, આગામી સમયમાં અમારૃં જોડાણ વધુ મજબૂત બનશે.
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, હું ફરી એકવાર ભાજપ અને એનડીએના અમારા તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. જેઓ સરકાર અને લોકો વચ્ચે વિકાસની સૌથી મજબૂત કડી છે. કેન્દ્ર હોય કે રાજય, અમારી પાર્ટીએ સુશાસનની નવી વ્યાખ્યા કરી છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારો પક્ષ દેશને ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ, જાતિવાદ, સાંપ્રદાયિકતા અને વોટબેંકની રાજનીતિથી મુક્ત કરવા સંકલ્પબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial