Advertisement
Author: નોબત સમાચાર

રાજપૂત મહિલાઓને જૌહર કરતી અટકાવવા પોલીસે પ્રજ્ઞાબા અને ગીતાબાને કર્યા નજરકેદ

પરસોત્તમ રૃપાલાના વિરોધમાં

અમદાવાદ તા. ૬ઃ રાજપૂત મહિલાઓને જૌહર કરતી અટકાવવા પોલીસે રાજપૂત મહિલાઓને નજરકેદ કરવાનું શરૃ કર્યું હોવાનું જાણવા મળે છે.

રૃપાલાના વિવાદાસ્પદ નિવેદન પછી ક્ષત્રિય મહિલાઓ પણ સામે આવી છે. તો જે સાત રાજપૂત મહિલાઓએ જૌહરની ચિમકી આપી છે તેમાં પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબ જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે.

આજે વહેલી સવારે ગીતાબા પરમાર અને પ્રજ્ઞાબા ઝાલાને પોલીસે નજરકેદ કર્યા છે. આજે ક્ષત્રિય મહિલાઓ દ્વારા જૌહર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જે સાત રાજપૂત મહિલાઓએ જૌહરની ચિમકી આપી છે.

પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું કે, અમે અનેક વિનંતીઓ કરી, અમારો વિરોધ માત્ર રૃપાલા સામે છે, પાટીદાર સમાજ કે ભાજપ સામે નથી, પરંતુ ભાજપ અમારૃ સાંભળવા જ તૈયાર નથી ત્યારે અમારે આ નિર્ણય લેવો પડ્યો છે.

જૌહર આ એક પવિત્ર અને શૌર્યથી ભરી દેનારો શબ્દ છે. એક જમાનો હતો કે જ્યારે દુશ્મન પોતાનું મોઢું પણ ન જોઈ શકે તે માટે ક્ષત્રિયાણીઓ અગ્નિકૂંડમાં કૂદીને મોતનું વ્હાલુ કરી નાખતી હતી. જૌહર શબ્દનો સાદો અર્થ આત્મવિલોપન થાય છે.

આજની યુવા પેઢીએ આ શબ્દ ફિલ્મમાં સાંભળ્યો હશે અને જૌહર શું છે તેની સમજ મેળવી હશે, પરંતુ ફરી એકવાર જૌહર શબ્દ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં આવ્યો છે. આ વખતે ઈજ્જત, આબરૃ બચાવવા નહીં, પરંતુ પોતાની માગ મનાવવા માટે જૌહર કરવાની વાત કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh