Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન પ્લાન હેઠળ
ખંભાળીયા તા. ૬ઃ સીઆરઝેડ નોટિફિકેશન, ર૦૧૯ ની જોગવાઈ અનુસાર દરેક દરિયાકાંઠાના રાજ્યને સ્ટેટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાનો રહે છે કે સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં સ્ટેટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવવાની કામગીરી નેશનલ સેન્ટર ફોર સસ્ટનેબલ કોસ્ટલની મેનેજમેન્ટને આપેલ છે જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સીઝેડએ પ્લાન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ ડ્રાફટ સીઝેડએમ પ્લાન મુજબ જિલ્લાના ત્રણ તાલુકા (ખંભાળીયા, કલ્યાણપુર અને દ્વારકા) ના કુલ ૪૮ દરિયાઈ કાંઠાના ગામોનો સમાવેશ થાય છે. જે અંતર્ગત ખંભાળીયા ટાઉન હોલમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડ્રાફટ કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન પ્લાનની પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોક સુનાવણીમાં પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-જામનગર, ગુજરાત ઈકોલોજીકલ કમિશન ગાંધીનગર, ચેન્નાઈ, સીઆરઝેડ કમિટીના સભ્યો તેમજ અસરગ્રસ્તો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial