Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના નાનાભાઈનું પોલીસ સમક્ષ નિવેદનઃ
જામનગર તા. ૬ઃ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં આવેલા એક ખેતરમાંથી ધ્રોલના એક પ્રૌઢે લીમડાના ઝાડમાં ડાળીમાં વાયર બાંધી ગાળિયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો છે. તેઓ છેલ્લા એકાદ મહિનાથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા.
ધ્રોલના શિવમ્ પાર્કમાં રહેતા મૂળ જામનગર તાલુકાના જાંબુડા ગામના નરેન્દ્રભાઈ ભવાનભાઈ કાનાણી (ઉ.વ.૫૧) નામના પટેલ પ્રૌઢે ગઈકાલે સાંજે ધ્રોલ તાલુકાના વાંકિયા ગામની સીમમાં આવેલા પોતાના કૌટુંબિક કાકાના ખેતરે જઈને લીમડાના ઝાડમાં ડાળી સાથે વાયર બાંધી ગળાફાંસો ખાધો હતો.
આ બાબતની જાણ થતાં નરેન્દ્રભાઈને નીચે ઉતારી સારવાર માટે ધ્રોલ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ પ્રૌઢને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. ધ્રોલની ગોકુલ પાર્ક સોસાયટીવાળા અજય ભવાનભાઈ કાનાણીએ પોલીસને જાણ કરી છે.
પોલીસ સમક્ષ જણાવવામાં આવ્યા મુજબ નરેન્દ્રભાઈ છેલ્લા એકાદ મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા. થોડા દિવસથી ગુમસુમ રહેતા આ પ્રૌઢે ગઈકાલે સાંજે વાંકિયાની સીમમાં ઝાડમાં ગળાફાંસો ખાધો છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial