Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટ્રીટલાઈટો મૂકવાની પણ જરૃર જણાવાઈ
જામનગર તા. ૬ઃ જામનગરમાં ધુંવાવ માર્ગે ઈસ્કોન મંદિર નજીક રોડમાં સ્પિડ બ્રેકર મૂકવા અંગે ફરી એક વખત મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સી, ક્રિષ્ના ટાઉનશીપ-૩ અને ઈસ્કોન મંદિર દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી કે, ઇસ્કોન મંદિર નજીકથી પસાર થતા માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટ અને સ્પિડ બ્રેકરની સુવિધાની ખાસ જરૃરિયાત છે.
આ માર્ગે અવાર-નવાર અકસ્માતો બને છે. તાજેતરમાં જ એક ઈસ્કોન ભકત મહિલાનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
વધુમાં માંગણી કરતા જણાવ્યું છે કે ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવ સુધી રોડ ડીવાઈડરની ખાસ જરૃરિયાત છે. આથી ડીવાઈડર, સ્ટ્રીટલાઈટ અને સ્પિડ બ્રેકરની સુવિધાની લોકોને ખાસ જરૃરિયાત છે સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial