Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વના સૌથી વધુ ક્રાઈમ રેટ ધરાવતા ૩૩૩ શહેરમાં ગુજરાતના ૩ શહેર સામેલ

દેશમાં દિલ્હી અવ્વલઃ ટોપ ૨૦માં ભારત નથી

નવી દિલ્હી તા. ૬ઃ વિશ્વભરમાં બનતી ક્રાઈમ ઘટનાઓનો ડેટાબેઝ તૈયાર કરતી દિગ્ગજ સંસ્થા નુમ્બેઓએ સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા ૩૩૩ શહેરની યાદી જાહેર કરી છે. તેમાં સૌથી પહેલા ક્રમે દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાનું કરાકસ શહેર છે, જ્યાં સૌથી વધુ ક્રાઈમની ઘટનાઓ બને છે, જ્યારે આ યાદીમાં ભારતના ૧૫ શહેર પણ સામેલ છે.

નુમ્બેઓની ક્રાઈમરેટની રેન્કીંગ મુજબ કરાકસ બાદ બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયાનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ-૨૦ ક્રિમીનલ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં સાઉથ આફ્રિકાના પાંચ શહેર, અમેરિકાના અને બ્રાઝિલના ચાર-ચાર, પપુઆન્યુગીની, હોન્ડુરસ, ટ્રીનિદાદ અને ટોબેગો, અર્જેન્ટીના, ઈક્વાડોર, મેક્સિકોના ૧-૧ શહેરનો સમાવેશ થાય છે. યાદીમાં ભારતના ૧૫ શહેરના નામ પણ સામેલ છે. આમાં દિલ્હી ૭૦માં ક્રમાંકે, નોઈડા ૮૭, ગુડગાંવ ૯૫, બેંગ્લોર ૧૦૨, ઈન્દોર ૧૩૬, કોલકાતા ૧૫૯, મુંબઈ ૧૬૯, હૈદરાબાદ ૧૭૪, ચંડીગઢ ૧૭૭, પુણે ૧૮૪, ચેન્નાઈ ૨૦૪, નવી મુંબઈ ૨૨૪, સુરત ૨૩૮, અમદાવાદ ૨૪૮ અને વડોદરા ૨૫૬ ક્રમાંકે છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૨૩ના છેલ્લા ચાર મહિનામાં ૭૭૦૦ હત્યા થઈ હતી. તેમાં જાતિ આધારીત હિંસાનો પણ ખુલાસો થયો છે. ઉશ્કેરણી અને ગેરસમજના કારણે ૭૩૪૦ હત્યામાંથી ૧૧૧૬ હત્યા થઈ છે. જ્યારે મોબ લિન્ચિંગના કારણે ૪૩૧ હત્યા થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh