Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતદેહ પી.એમ. માટે જામનગર ખસેડાયોઃ
ખંભાળિયા તા. ૬ઃ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની તેર વર્ષની તરૃણ પુત્રીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. તેણીના આ પગલાં પાછળના કારણને જાણવા પોલીસે તપાસ શરૃ કરી છે. મૃતદેહનું જામનગરમાં પી.એમ. કરાશે.
ખંભાળિયા શહેરના બંગલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા એક પરિવારની તેર વર્ષની પુત્રીએ ગઈકાલે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લેતાં ચકચાર જાગી છે. આ તરૃણીએ ગઈકાલે પોતાના ઘરમાં કોઈ અકળ કારણથી ઉપરોક્ત પગલું ભર્યું છે તેની જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખંંભાળિયા હોસ્પિટલમાં ખસેડ્યા પછી ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો છે. આ તરૃણીના ઉપરોક્ત પગલાં પાછળ છૂપાયેલા કારણને જાણવા પોલીસે તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial