Advertisement
Author: નોબત સમાચાર

કાંઠાવાળી મેલડી મા સમૂહ લગ્ન સમિતિ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન

ધ્રોળ તાલુકાના લતિપર ગામમાં

ધ્રોળ તા. ૬ઃ ધ્રોળ તાલુકાના લતિપર ગામે આગામી તા. ૧૦-૪-ર૦ર૪ ના દિને કાંઠાવાળી મેલડી મા સમૂહ લગ્ન સમિતિ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧ર યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

તા. ૧૦-૪ ના સવારે ૭ વાગ્યે મંડપ રોપ, ૭-૩૦ વાગ્યે જાનના સામૈયા, ૯-૩૦ વાગ્યે હસ્ત મેળાપ, ૧૦ વાગ્યે સ્વાગત તથા દાતાઓનું સન્માન, બપોરે ૧ર વાગ્યે ભોજન સમાંરભ યોજાશે.

આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, અન્ય રાજકીય મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના આગુવાનો, શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. સમૂહલગનમાં જોડાનાર દીકરીઓને ૧-૧ લાખની ભેટ-ચીજવસ્તુઓ આપવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh