Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વ. અનસુયાબેન ભાણજીભાઈ રોકડના સ્મરણાર્થે
જામનગર તા. ૬ઃ લાલપુરના શ્રીમતી લલિતાબેન લાલચંદ અમુલખ મહેતા કન્યા વિદ્યાલયનો હીરક મહોત્સવ સ્વ. અનસુયાબેન ભાણજીભાઈ રોકડના સ્મરણાર્થે યોજાયો હતો.
શાળાની સ્થાપનાને ૬૦ વર્ષ પૂર્ણ થયા હોય, આ હીરક મહોત્સવમાં લાલપુર તથા આસપાસના ગામોમાંથી આ શાળામાં અભ્યાસ કરનાર સાડાપાંચસો જેટલી પૂર્વ વિદ્યાર્થિનીઓ મહોત્સવમાં જોડાઈ હતી.
આ કાર્યક્રમમાં લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા, શાળાના સ્થાપક શ્રીમતી લલિતાબેન લાલચંદ અમુલખ મહેતાના દીકરી મૃદુલાબેન મહેતા, ગામની વિવિધ જ્ઞાતિના ૩૮ જેટલા પ્રમુખો, પૂર્વ શિક્ષકો, દાતા ભાણજીભાઈ બેચરભાઈ રોકડાનો સમસ્ત પરિવાર ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. શાળાના આ હીરક મહોત્સવ પ્રસંગે દાતાની વરસોથી ચાલુ રાખેલી સામાજિક અને આરોગ્યને લગતી સેવાઓને સૌએ બિરદાવી હતી. કાર્યક્રમને અનુરૃપ પોતાનું વક્તવ્ય આપતા લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ તેરૈયાએ સાઠ વર્ષના ગાળામાં શાળાનો થયેલો ક્રમિક વિકાસ સૌ સમક્ષ રજૂ કર્યો હતો. શાળાના ભૂતપૂર્વ શિક્ષકોને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતાં. સમાજમાં સર્વધર્મ સમભાવ અને વસુધૈવકુટુંમ્બકમ્ની ઉદ્દાત ભાવના જાગૃત થાય એ હેતુથી દાતાનું સન્માન દેશની સરહદો પર પોતાની સેવા બજાવીને નિવૃત્ત થયેલા એક આર્મીના જવાનને હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપકના સુપુત્રી મૃદુલાબેન મહેતાનું સન્માન દાતા પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. સરપંચ જયેશભાઈ તેરૈયાનું સ્વાગત શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ સાથે મળીને કર્યું હતું. આમ આ 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવા લાલપુરની શ્રીમતી લલિતાબેન લાલચંદ અમુલખ મહેતા કન્યા વિદ્યાલયના હીરક મહોત્સવમાં ગુજરાતની બહારથી અને વિદેશથી પણ વિદ્યાર્થિનીઓ સહર્ષ ઉપસ્થિત રહી હતી. આજે જે હયાત નથી એવા ભૂતપૂર્વ શિક્ષકો અને દિવંગત વિદ્યાર્થિનીઓને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું લાલપુર હાલાર ફેસબુક પેજ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્દઘોષક તરીકે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની ઊર્મિલા સવસાણી રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial