Advertisement
Author: નોબત સમાચાર

રૂમ ભાડે ન આપનાર ગેસ્ટહાઉસના કર્મચારી પર ધોકાથી કરાયો હુમલો

ભાડાના પ્રશ્ને મકાન માલિકને પડ્યો મારઃ

જામનગર તા. ૬ઃ જામનગરના એક ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખવા ગયેલા વ્યક્તિને આઈડી પ્રૂફ આપવાનંુ કહેવાતા ગેસ્ટ હાઉસના કર્મચારી પર ધોકાથી હુમલો કરી એક શખ્સે ચાર ફ્રેક્ચર કરી નાખ્યા હતા. જયારે ભાડુ ન આપતા ભાડૂઆત પાસેથી મકાન ખાલી કરાવાતા તેણે મકાન માલિક પર હુમલો કર્યાે હતો.

જામનગરના સુમેર કલબ રોડ પર એસટી ડેપો સામે આવેલા શિવમ્ કોમ્પલેક્ષ સ્થિત ચંદ્રમૌલી ગેસ્ટહાઉસમાં ગુરૂવારે રાત્રે પોતાના એક સંબંધી માટે રૂમ ભાડે રાખવા માટે દિવુભા સુખુભા જાડેજા ગયા હતા. આ વેળાએ ગેસ્ટ હાઉસમાં ફરજ પર રહેલા જીવરાજભાઈ રાણાભાઈ ચાવડાએ કાયદા મુજબ રૂમ ભાડે રાખતી વેળાએ આપવાના થતાં આઈડી અંગે કહ્યું હતું.

આ વેળાએ ભાડે રાખનારનું આઈડી પ્રૂફ પૂરૃ ન હોવાથી જીવરાજભાઈએ રૃમ આપવાની ના પાડી હતી તેથી ઉશ્કેરાયેલા દિવુભાએ ગાળો ભાંડી લાકડાના હાથા વડે હુમલો કરી એક હાથમાં બે ફ્રેક્ચર તથા એક પગમાં પણ બે ફ્રેકચર કરી નાખ્યા હતા અને જીવરાજ ભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ બાબતની સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આઈપીસી તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટરની બાજુની શેરીમાં આવેલા સરલાબેન ત્રિવેદી આવાસમાં રમેશભાઈ નાનજીભાઈ કણઝારીયાએ પોતાનું મકાન મુકેશ પ્રેમનારાયણ સોની નામના શખ્સને ભાડે આપ્યું હતું. તે મકાનનું ભાડુ મુકેશ આપતો ન હોવાથી રમેશભાઈએ મકાન ખાલી કરાવ્યું હતું. તેનો ખાર રાખી ગુરૂવારે સાંજે રમેશભાઈ પર ઢીકાપાટુથી હુમલો કરી મુકેશે ગાળો ભાંડી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા રમેશ કણઝારીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh