Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામવણથલીમાં પંચકોશી ભરવાડ સમાજની ૧૦૦ કન્યાનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો
ફલ્લા તા. ૬ઃ જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ ગોપાલક-માલધારી સમૂહલગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજની ૧૦૦ કન્યાઓનો ૧૩ મો સમૂહ લગ્નોત્સવ ખૂબ જ ધામધૂમથી, રંગેચંગે અને સફળતાપૂર્વક જામવણથલીના આંગણે યોજાઈ ગયો.
ગુજરાત સરકારશ્રીના વિકસિત જાતિ કલ્યાણ ખાતાની 'કુંવરબાઈનું મામેરૃ' તથા 'સાતફેરા સમૂહ લગ્ન' યોજના અંતર્ગત પ્રત્યેક કન્યાને રૃા. ર૪,૦૦૦ ની આર્થિક સહાયના આદેશપત્ર લગ્ન ગ્રંથીથી જોડાયેલ તમામ ૧૦૦ કન્યાઓને અર્પણ કરવાનો કાર્યક્રમ તેમજ આવી ઉમદા સામાજિક કામગીરી કરવા બદલ ગોપાલક માલધારી સમૂહ લગ્ન સમિતિને રૃા. ૭પ,૦૦૦ મળી કુલ રૃા. ર૪,૭પ,૦૦૦ ના આદેશપત્રનું વિતરણ, ૧૩ મા સમૂહ લગ્નના આવક-જાવક-ખર્ચના હિસાબો તેમજ માલધારી મહિલા સંમેલન આગામી તા. ૭-૪-ર૦ર૪ ને રવિવારના સવારના ૧૦ વાગ્યે જામનગર તાલુકાના ઠેબા ગામે શ્રી રામદેવપીર મંદિરના પટાંગણમાં યોજવામાં આવ્યું છે.
આ સમારોહનું અધ્યક્ષસ્થાન શ્રી મુળવાનાથ મંદિર-દ્વારકાના મહંત શ્રી બાલારામબાપુ શોભાવશે. સમારોહના મુખ્ય અતિથિવિશેષ તરીકે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહી સમારોહને દીપ પ્રાગટ્યથી ખુલો મૂકશે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મૈયબેન ગરસર, જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, જામનગરના ધારાસભ્યો રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરી તેમજ મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓની પણ ઉપસ્થિતિ હશે.
માલધારી મહિલા સંમેલનમાં વિવાહિત ગોપકન્યાઓ પરંપરાગત-ટ્રેડીશનલ ભરવાડી પહેરવેશ પરિધાન કરી સંમેલનમાં આવશે જેથી ભરવાડ સમાજની અસલ સંસ્કૃતિનો સૌને ખ્યાલ આવી શકે. પ્રત્યેક વિવાહિત કન્યાને ઠેબા ગામના ભરવાડ સમાજ તરફથી એક જોડી કપડાની જેમાં જીમી, કાપડું અને પછેડો આપી કન્યાઓને સન્માનિત કરાશે. તેવી જ રીતે પ્રત્યેક વરરાજાને પહેરામણીમાં સાલ અર્પણ કરવામાં આવશે. સમૂહલગનમાં જે ગામની સમિતિઓએ સેવા આપેલ છે તેમને ઠેબા ગામના ભરવાડ સમાજ તરફથી આકર્ષક મોમેન્ટો આપી સન્માનિત કરાશે.
જામનગર ગોપાલક માલધારી સમૂહલગ્ન સમિતિ દ્વારા નવવિવાહિત કન્યાઓને જીવન ઉપયોગી સુંદર કીટ, ગુજરાત સરકારનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર, વરઘોડિયાના લગ્નના મઢેલા ફોટોગ્રાફ્સ, સમિતિ તરફથી રંગબેરંગી લગ્નનું પ્રમાણપત્ર તેમજ રૃા. ર૪,૦૦૦ ના આર્થિક સહાયના આદેશપત્ર ઉપસ્થિત મહાનુભાવોના દર્ હસ્તે અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમની શરૃઆતમાં ઠેબા સમસ્ત ભરવાડ સમાજના બહેનો દ્વારા ભરવાડ સમાજનું હૂડો લોકનૃત્ય રજૂ કરવામાં આવશે. આ ત્રિવિધ કાર્યક્રમની તમામ વ્યવસ્થા તથા તમામ ખર્ચ ઠેબા ભરવાડ સમાજે ઊઠાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial