Advertisement
Author: નોબત સમાચાર

ભાડુઆતી દુકાનનો કબજો માલિકને સોંપી આપવા અદાલતે કર્યાે હુકમ

સાત રસ્તા પાસે આવેલી ઈમારતની દુકાનનો મામલોઃ

જામનગર તા. ૬ઃ જામનગરના સાતરસ્તા નજીક ડો. હેડગેવાર ભવનમાં આવેલી એક દુકાનનો કબજો ભાડુઆત પાસેથી મેળવવા અથવા ચઢત ભાડુ વસૂલ કરવા દુકાનના માલિકે કાનૂની જંગ શરૃ કરવો પડ્યો હતો તેના અંતે અદાલતે ભાડુતી દુકાનનો કબજો તેના માલિકને સોંપી આપવા હુકમ કરતા દુકાનનો કબજો સોંપી અપાયો છે.

જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલી જાડાની ઓફિસવાળી બિલ્ડીંગમાં ડો. રાજેન્દ્ર ઠકરારની દુકાન છે. તે દુકાન ફરસાણના વેપારી કેવલ પણસારાએ ભાડેથી રાખી હતી. તે દુકાનનો થોડા સમય સુધી વપરાશ કર્યા પછી કેવલે તેને તાળુ મારી દીધુ હતું અને ભાડુ પણ ચૂકવ્યું ન હતું.

પોતાની દુકાન પરત મેળવવા માટે ડો. રાજેન્દ્ર ઠકરારે અદાલતનો આશરો લીધો હતો. તે દાવો ચાલે તે દરમિયાન ભાડુઆતે મોટી રકમની માગણી પણ કરી હતી. અદાલતે ચઢત ભાડાની ૨૦ ટકા રકમ ડિપોઝિટ પેટે જમા કરાવવાની શરત મૂકી હતી. તે શરતનું ભાડુઆતે પાલન કર્યંુ ન હતું તે પછી અદાલતે ચઢત ભાડાનો દાવો મંજૂર કરી મકાનમાલિકની તરફેણમાં હુકમ ક

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh