Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલમાં તસ્કર ઘૂસ્યાઃ રોકડ રકમની થઈ ચોરી

બનાવ સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયોઃ

જામનગર તા. ૬ઃ ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલમાં ગુરૃવારની રાત્રે ઘૂસી ગયેલા કોઈ તસ્કરે હોટલમાંથી રોકડ રકમની ચોરી કરી છે. મ્હોં પર બુકાની બાંધીને આવેલા તસ્કરની હરકતો હોટલના સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગઈ છે. બનાવની પોલીસને જાણ કરાઈ છે.

ધ્રોલ શહેરમાં આવેલી આશીર્વાદ હોટલમાં ગુરૃવારે ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ હોટલમાં હાથફેરો કર્યાની વિગતો બહાર આવી રહી છે.

આ હોટલમાં રાત્રિના સમયે મોઢા પર બુકાની બાંધી ઘૂસી ગયેલા કોઈ તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી છે. ઉપરોક્ત બનાવ હોટલના સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગઈ છે. જેની જાણ થતાં હોટલના સંચાલકે પોલીસને જાણ કરી છે. સ્થળ પર પહોંચેલી પોલીસે કેટલી રોકડ ચોરાઈ છે? તેની તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh