Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લાની વિદ્યાર્થિનીઓની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

આર્યસમાજ અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનો વાર્ષિકોત્સવઃ

જામનગર તા. ૬ ઃ આર્યસમાજ-જામનગરના ૯૬ માં વાર્ષિકોત્સવ અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૬ માં વાર્ષિકોત્સવ પ્રસંગે જામનગર શહેર જિલ્લાની વિદ્યાર્થિનીઓની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.

આ વકતૃત્વ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ છગનલાલ રામજીભાઈ મહેતા અને સ્મૃતિશેષ ગંગાબેન છગનલાલ મહેતાની પુણ્યતિથિમાં, માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ ભાણજીભાઈ સંઘરાજભાઈ પટેલ અને સ્મૃતિશેષ રામાણી મહેશભાઈ ભાણજીભાઈ પટેલની પુણ્યસ્મૃતિમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધા સ્મૃતિશેષ જયંતિલાલ ગોકલદાસ ઠક્કર અને સ્મૃતિશેષ ઉષાબેન ધીરજલાલ બરછાની પુણ્યસ્મૃતિમાં યોજવામાં આવી હતી.

આ ત્રણેય સ્પર્ધામાં કુલ ૧પ૩ વિદ્યાર્થિની બહેનોએ ભાગ લીધો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી તથા બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્ય સમાજ- જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠકકર, અતિથિ વિશેષ તરીકે ૭૯ જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ઉત્તર (૭૮) વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્વ. હસમુખરાય ગોકળદાસ શાહ મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી જતીનભાઈ શાહ, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર, શ્રી રતનબાઈ કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી દિલીપભાઈ આશર, જામનગર જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, જામનગર જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન કે. ભટ્ટ, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના કાર્યાલય મંત્રી, પાર્થભાઈ પંડ્યા, જામનગર જિલ્લા બિનસરકારી માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ વહીવટી સંઘના પ્રમુખ આદેશભાઈ મહેતા, સ્મશાન વ્યવસ્થા સમિતિના માનદ્દ મંત્રી દર્શનભાઈ ઠકકર, માયસમાચારના તંત્રી રવિભાઈ બુદ્ધદેવ, ડો. કે.એમ.આચાર્ય, અને આર્યવન આર્ષ કન્યા ગુરુકુલ-રોજડના આચાર્ય શીતલજી અને જી.એસ. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યશ્રી હીનાબેન તન્ના ઉપસ્થિત રહ્યા હતાં.

આ સ્પર્ધામાં સંસ્થા તરફથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ઈનામો અને શિલ્ડ સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ઠકકર, માનદ્ મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનુભાઈ નાંઢા અને દરેક સ્પર્ધકને પ્રોત્સાહક પારિતોષિકો, રોકડ પુરસ્કાર, પારિતોષિક દિપકભાઈ ઠકકર, નરેન્દ્રભાઈ મહેતા, સ્મૃતિશેષ મહેશભાઈ ભાણજીભાઈ રામાણી પરિવાર તરફથી એનાયત કરાયા હતાં.

સ્વાગત પ્રવચન અને આભારદર્શન શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય પ્રફુલ્લાબેન રૃપડીયાએ કર્યું હતું, જ્યારે સંસ્થા, શાળા, સ્પર્ધાનો પરિચય શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડીયા અને પ્રાથમિક વિભાગના આચાર્ય સંગીતાબેન મોતીવરસે આપ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન આર્યસમાજ-જામનગરના પ્રમુખ, માનદ્દ મંત્રી શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય અને પ્રાથમિક વિભાગના આચાર્યાના માર્ગદર્શન હેઠળ, સમગ્ર શિક્ષકગણ અને સમગ્ર સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh