Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના બે કેસમાં આરોપીઓને હાજર થવા અદાલત દ્વારા કરાયો આદેશ

બે આસામીએ અદાલતમાં નોંધાવી છે ફરિયાદઃ

જામનગર તા. ૬ઃ જામનગરના એક આસામીએ રૃા.૫,૭૦,૦૦૦ની રકમનો ચેક પરત ફર્યાની અને બીજા આસામીએ રૃા.૧૩,૩૯,૨૭૭ ની રકમનો ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. અદાલતે આરોપીઓને હાજર થવાનો હુકમ કર્યાે છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ગિરીશગીરી મૈયાગીરી ગોસ્વામી ૫ાસેથી હાપાના કૈલાસપુરી રામપુરી ગોસાઈએ રૃા.૫,૭૦,૦૦૦ ઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ છે. અદાલતે આરોપીને હાજર થવા હુકમ કર્યાે છે.

જામનગરના રવિ રમેશચંદ્ર પટેલ પાસે નામના આસામીની દુકાનનું સંચાલન કરતા અક્ષય રસીકભાઈ ગડારાએ દુકાનમાંથી વેચેલા સામાનના રૃા.૧૩,૩૯,૨૭૭ રાખી લીધા પછી તે રકમની ઉચાપતની રવિભાઈએ પોલીસમાં ફરિયાદ કરતા અક્ષયે તે રકમ ચૂકવવા ચેક આપ્યો હતો. આ ચેક પણ પરત ફરતા અક્ષય સામે કોર્ટમાં ફરિયાદ કરાઈ છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh